________________
આ
પ્રસ્તાવના
પ્રસ્તાવ
ભારતીય સંસ્કૃતિના વિષયમાં ધર્મોને અભ્યાસ મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતના ધર્મો વિશે વિવિધ ગ્રંથ પ્રાપ્ત થયા છે, પણ ગુજરાતના પ્રાચીનકાલથી અર્વાચીનકાલ સુધીના ધર્મોને સળંગ પરિચય આપતાં સ્વતંત્ર પુસ્તકોની ખોટ વિદ્યાર્થીઓને વર્તાતી હતી. આ વસ્તુને ધ્યાનમાં લઈ યુનિ. ગ્રંથ નિર્માણ બેડે આ એક ગ્રંથ તૈયાર કરવાનું વિચાર્યું. એ માટે મને નિમંત્રણ પાઠવતાં મેં તેને સહર્ષ સ્વીકાર કર્યો.
સમગ્ર ગ્રંથમાં ગુજરાતમાં પ્રવર્તતા વર્તમાન ધર્મોને આવરી લઇ દરેક ધર્મનું ગુજરાતમાં પ્રવર્તતું સ્વરૂપ, તેનાં દેવસ્થાને, સમાજ ઉપર તેની અસર વગેરે વિવિધ પાસાંની ચર્ચા કરેલ છે. શરૂઆતના પ્રકરણોમાં હિંદુ ધર્મનું સ્વરૂપ -તેની મુખ્ય શાખાઓ વગેરેની આલોચના કરી, તેનાં વિવિધ મંદિરની વિગતો આપેલ છે. એ જ પ્રમાણે જૈન, બૌદ્ધ, જરતી , ઈસ્લામ, શીખ, યહૂદી, ખ્રિસ્તી ધર્મોની ઉપલબ્ધ સાધનેને આધારે મળતી સર્વ વિગતોની ચર્ચા કરેલ છે. અહીં ગુજરાતમાં પ્રવર્તતાં સર્વધર્મોનાં વિવિધ પાસાંની છણાવટ કરી. સમગ્ર પુસ્તકને અભ્યાસક્રમને અનુરૂપ બનાવવામાં આવેલ છે. ગ્રંથના દરેક પ્રકરણને અંતે ઉપયોગી ગ્રંથોની યાદી તથા પુસ્તકને અંતે પરિભાષા સૂચિ તથા ચિત્રો આપી ગ્રંથને પૂર્ણ કરેલ છે.
સમગ્ર ગ્રંથ ભારતીય સંસ્કૃતિ વિષયને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ છે. આ ગ્રંથ તૈયાર કરવા માટે મને નિમંત્રણ પાઠવવા બદલ હું યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડને આભારી છું. આ સાથે આ ગ્રંથ તૈયાર કરવામાં સંગીન માર્ગદર્શન આપવા બદલ મારા પરમ આદરણીય ગુરુ ડે. હરિપ્રસાદ શાસ્ત્રીને તથા ઉપયોગી માહિતી ચિત્રો વગેરે પૂરાં પાડવા બદલ ગુજરાતના પુરાતત્વખાતાને તથા શામળાજી, ધીણોધર, વડતાલ વગેરે મંદિરના વ્યવસ્થાપકને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
ડે. નવીનચંદ્ર આચાર્ય
તા. ૨૦-૧૦-૮૩ અમદાવાદ