SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ગુજરાતના ધમ સંપ્રદાય એટલે જેણે દિશારૂપી વસ્ત્રને ધારણ કરેલ છે તે. અર્થાત કેઈ સ્કૂલ વસ્ત્ર પહેર્યા નથી. દિગંબરે સ્ત્રીના મેક્ષમાં માનતા નથી. જ્યારે શ્વેતાંબરો તેમાં માને છે. દિગંબરો માને છે કે તીર્થકરો વીતરાગી હોવાથી તેમને વસ્ત્રો સુગંધી દ્રવ્યો કે ફળફૂલથી પૂજવાં જોઈએ નહિ. વેતાંબરમાં આ કઈ બાધ નથી. બંને સંપ્રદાયમાં વિવિધ ગચ્છા અને સંઘે જોવા મળે છે. શ્વેતાંબર સંપ્રદાયના ગચ્છ: શ્વેતાંબર સંપ્રદાયમાં બે પ્રકારના ગચ્છા જોવા મળે છે. (૧) મૂર્તિપૂજક, (૨) મૂર્તિ વિરોધક મૂર્તિપૂજક ગ૭ નીચે પ્રમાણેના છે: (૧) ઉપદેશ ગ૭: પાર્શ્વનાથ સાથે સંબંધ ધરાવે છે. (૨) ખરતર ગ૭ : વર્ધમાન સૂરિ આ ગચ્છના નેતા હતા. આ ગુચ્છના અનુયાયીઓ રાજસ્થાન અને બંગાળમાં વિશેષ જોવા મળે છે. (૩) તપાગચ્છ : વેતાંબર સંપ્રદાયમાં આ ગચ્છનું મહત્વ વિશેષ છે. આ ગચ્છના સ્થાપક જગચંદ્રના તપથી પ્રભાવિત થઈ રાજાએ આ ગ૭ને તપાગચ્છ તરીકે બિરદાવ્યું. આ ગચ્છના અનુયાયીઓ ગુજરાતમાં જોવા મળે છે. (૪) પાશ્વ ચંદ્રગછઃ પાષચંદ્ર નામના સાધુના નામ પરથી આ ગ૭નું નામ પાષચંદ્ર પડયું છે. (૫) પૌમાયિક ગછઃ ચંદ્રપ્રભસૂરિએ ગચ્છની સ્થાપના કરી હતી. (૬) અચલ ગચ્છઃ આ ગચ્છના અનુયાયીઓ મુખપટ્ટીને બદલે અંચલને ઉપયોગ કરે છે. (૭) આગનિક ગ૭ : આ ગચ્છના અનુયાયીઓ ક્ષેત્ર દેવતાની પૂજા કરતા નથી. આમાંથી એક કડુક નામની શાખા શરૂ થઈ. મૂતિવિરોધક ગચ્છઃ ' (૧) લુંપાક ગચ્છ, (૨) વેષધર ગ૭, (૩) સ્થાનકવાસી દેવાલયમાં નહિ પણ સ્થાનકમાં માનનારા ગ૭, (૪) તેરાપંથી. દિગંબર સંપ્રદાયના સંઘ: દિગંબર સંપ્રદાયને શરૂઆતમાં મૂળ સંઘ એક જ હતા. તેમાંથી સિંહ સંધ, દેવ સંધ વગેરે સંઘે થયા. ધાર્મિક આચારના મતભેદોમાંથી નીચેના કેટલાક સંઘે અસ્તિત્વમાં આવ્યા.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy