SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૦૩ (૧) કવિડ સંધ, (૨) કાષ્ટ સંધ, (૩) માથુર સંધ વગેરે. હાલમાં દિગંબરોમાં અનેક સંઘો છે. આચારના નજીવા કારણસર આ સર્વ સંધ એકમેકથી જુદા પડે છે. ગુજરાતમાં જૈનધર્મને પ્રસાર બાવીસમા તીર્થંકર નેમિનાથ યાદવ રાજકુમાર હતા. તેમનું કાર્યક્ષેત્ર દ્વારકા, ગિરનાર અને તેની આસપાસને પ્રદેશ હતું. ગુજરાતમાં નેમિનાથના સમયથી જૈનધર્મને પ્રસાર વેગથી થયો હોય તેમ લાગે છે. ક્ષત્રપકાલમાં ગુજરાતમાં જૈનધર્મ પ્રચલિત હતા એમ સૌરાષ્ટ્રમાંથી મળેલા ક્ષત્રપકાલીન જેનવિહાર ઉપરથી કહી શકાય. આ સમયે ઉજ્જયન્ત (ગિરનાર), ઢાંક તથા ભરુકચ્છ વગેરે જૈનધર્મનાં કેન્દ્રો હતાં. ઈ. સ.ના ચોથા સૈકાના આરંભમાં જૈન આગમ ગ્રંથેની એક વાચના મથુરામાં અને બીજી વાચના વલભીમાં થઈ હતી. પાંચમી સદીમાં દેવર્ધિગણિ ક્ષમાક્ષમણે એ બે વાચનાઓની તુલનાત્મક આવૃત્તિ તૈયાર કરી તે હજી ભારતભરના વેતાંબરમાં માન્ય ગણાય છે. આ વખતે ગિરનાર એક નેંધપાત્ર જૈન તીર્થ હતું. સૌરાષ્ટ્રનું પ્રભાસ પાટણ એક પ્રાચીન તીર્થ મનાતું. ઢાંક પણ જૈન તીર્થ હતું. ઢાંકમાંની ગુફાઓમાંથી ક્ષત્રપકાલીન જૈન પ્રતિમાઓ મળી છે. નાગાર્જુને શેઢી નદીના કિનારે પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સ્તંભનક (ઉમરેઠ પાસેનું હાલનું થામણું) તીર્થમાં કરી હતી. ઉત્તર ગુજરાતમાં આવેલ વઢિયારમાં આવેલ જૈન તીર્થ શંખેશ્વર આ સમયનું એક નોંધપાત્ર તીર્થ હતું. સૌરાષ્ટ્રના બરડાના ડુંગરોમાં જૈન સાધુઓ માટે ક્ષત્રપાલમાં વિહાર કરાયેલા હતા. જૂનાગઢમાં આવેલી બાવા યારાની ગુફા જૈન હોવાનું જણાય છે. સાણાની ગુફાઓ જેન તીર્થ હોવાનું મનાય છે. ઢાંકની ગુફાઓમાં જૈન તીર્થકરોની પ્રતિમાઓ કંડારેલી છે. મિત્રકકાલમાં જૈનધર્મ ધીરે ધીરે ગુજરાતમાં વિસ્તર્યો હતો. આ સમયે વલભી જૈન ધર્મનું નેધપાત્ર કેન્દ્ર હતું. જૈન આગમ ગ્રંથેની વાચના વલભીમાં તૈયાર થઈ હતી. મૈત્રક રાજવી વસેન પહેલાએ પોતાના પુત્રને વિષાદ દૂર કરવા આનંદપુર(હાલનું વડનગર)માં કલ્પસૂત્રને પાઠ કરાવ્યો હતો. કેટલાક મૈત્રક રાજવીએ એ જૈન વિહારને રાજ્યાશ્રય આપ્યો હતા. વલભીમાં આ સમયે અનેક જિનાલય હતાં. વલભીને વિનાશ વખતે ત્યાંની કેટલીક પ્રતિમાઓ શ્રીમાલ, કાશદદ, શત્રુંજય, હારીજ, પ્રભાસ વગેરે સ્થળે ખસેડવામાં આવી હતી. ઈ. સ. ૭૮૩માં
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy