SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધર્મ સંપ્રદાય કાવામાં આવેલું બીજું એક જૈનમંદિર ધર્મનાથ પ્રાસાદના નામે ઓળખાય છે. આ મંદિર બાંડઆના પુત્ર કુંવરજીએ વિ.સં. ૧૬૫૪ (ઈ.સ. ૧૫૯૮) માં બંધાવ્યું હતું. તેનું બીજું નામ રત્નતિલક છે. મંદિરમાં સભામંડપ, ગર્ભગૃહ, ભમતી વગેરે છે. ગર્ભગૃહમાં ધર્મનાથની પ્રતિમા સ્થાપેલ છે. આ ઉપરાંત બીજા ચાર તીર્થકરોની પ્રતિમાઓ નજરે પડે છે. સ્થાનિક લોકે એને વહુના દેરાસર તરીકે ઓળખે છે. પાટણનું વાડી પાર્શ્વનાથનું મંદિર : ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલ પાટણ ગામમાં ઝવેરીવાડમાં આ મદિર આવેલું છે. આ મંદિર વિ. સં. ૧૬૫૧-૧૬૫ર (ઈ. સ. ૧૫૯૪૯૬)ના ગાળામાં એશિવાલ જ્ઞાતિના કુંવરજી (કુંઅરજી) અને તેમના કુટુંબીઓએ બંધાવ્યું હતું. મૂળમંદિર હાલ અસ્તિત્વમાં નથી. હાલમાં નવું મંદિર બંધાવ્યું છે. અંદરના ઘુમ્મટમાં સુંદર પૂતળીઓ નજરે પડે છે. શત્રુંજયનું આદિનાથનું મંદિર વિ. સં. ૧૫૮૭માં કમશાહે આ મંદિરને જીદ્ધાર કરાવેલ. ત્યાર બાદ મંદિર જીર્ણ થઈ જતાં ઓશવાળ વંશના સેની વાદિયાના પુત્ર તેજપાલે હીરવિજયસૂરિની પ્રેરણુથી આ મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરને શિખર છે. ઉપર ૨૧ સિંહની આકૃતિઓ છે. ચારે બાજુ દેવકુલિકાઓ આવેલી છે. દરેકમાં જૈન પ્રતિમાઓ નજરે પડે છે. મંદિરને ચાર ગવાક્ષે, ૩૨ તેરહા, ૨૪ હાથી અને ૭૪ ખંભે છે. આ મંદિરનું સ્થાપત્યકીય સ્વરૂપ શત્રુંજય પરનાં પ્રાચીન મંદિર જેવું છે. આદિનાથના મુખ મંદિરને મંડપ બે માળને છે. અહીંની પ્રતિમા અસાધારણ મોટા કદની છે. ગર્ભગૃહના દ્વાર આગળ ગજરૂઢ નાભિરાજ અને મરુદેવી દેખાય છે. અમદાવાદનું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર : આ મંદિર અમદાવાદના શાંતિદાસ ઝવેરીએ સરસપુર વિસ્તારમાં બંધાવ્યું હતું. આ મંદિર હાલ મેજૂદ નથી. આ પાષાણના મંદિરમાં દેવકુલિકાઓ, ગર્ભગૃહ અને પ્રદક્ષિણા માર્ગ હતાં. તીર્થકરની પ્રતિમા આરસની હતી. દીવાલ નરથર અને ગજથરથી શોભતી હતી. પાછળ ત્રણ દેવાયા હતાં. દેવાલયમાં વચ્ચે દીપ પ્રગટાવવામાં આવતો. મંદિરને બાવન જિનાલય હતાં. મુઘલ બાદશાહ ઔરંગઝેબે પોતે જ્યારે ગુજરાતને સૂબો હતો, તે સમયે આ મંદિરને મસિજદમાં ફેરવી નાખવાનો હુકમ કર્યો હતો. આથી શેઠ શાંતિદાસે મંદિરની
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy