SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ગુજરાતના ધર્મ સંપ્રદાય તજિક (આરબ) માંડલિકનું અને પછી યાદવ માંડલિકેનું શાસન રહેતું હતું. આ અનુસાર ઈ. સ. ૯૩૬માં જરથોસ્તીઓને સંજાણમાં વસવાની છૂટ આપનાર જાધીરાણો તે ત્યાંને યાદવ (જાદવ) માંડલિક હેવા સંભવે છે. શિલાહારનું આધિપત્ય તો ઈ.સ. ૧૦૦૦ના અરસામાં પસવું લાગે છે. સંજાણમાં વસતા જરથોસ્તીઓ આગળ જતાં ગુજરાતમાં અન્યત્ર વિસ્તર્યા. આજે દક્ષિણ ગુજરાતમાં જરથોસ્તી ધર્મનાં નોંધપાત્ર કેન્દ્રો આવેલાં છે. આ પ્રજા ખરેખર દૂધમાં સાકરની જેમ ગુજરાત ની પ્રજા સાથે ભળી ગઈ છે. તેઓએ આ પ્રદેશની ગુજરાતી ભાષા, પોષાક અપનાવ્યાં છે. તેમણે ગુજરાતના કેળવણી, વેપાર વગેરે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપે છે. પારસીઓ ઘણું મિલનસાર અને શાંતિપ્રિય છે. મુંબઈને વિકસાવવામાં પારસીઓને ફાળે ઘણો જ નોંધપાત્ર મનાય છે. પ્રસાર : ધીરે ધીરે પારસીઓ સંજાણથી આગળ વધીને નવસારી, વલસાડ, ઉદવાડા, સૂરત, અંકલેશ્વર, ભરૂચ, ખંભાત અને સૌરાષ્ટ્રના છેક વાંકાનેર સુધી વિસ્તર્યા. તેઓ જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં તેમને ધર્મ સાચવવા ધાર્મિક સ્થળે ઊભાં કર્યા. આથી દરેક સ્થળે તેમના ધર્મગુરુઓ સ્થાયી વસવાટ કરવા લાગ્યા. સર્વ ઠેકાણે અગિયારી અને આતશની સ્થાપના થઈ. સમય જતાં ધર્મને સાચવવા માટે ધર્મગુરુઓએ ધાર્મિક ક્રિયાઓ માટે ઈ. સ. ૧૨૯૦ની આસપાસમાં જુદા જુદા વિસ્તારે વહેંચી લીધા. આ વિસ્તારે નીચે પ્રમાણે હતા ? (૧) સંજાણુના ધર્મગુરુઓ માટે નેત્રાથી પાર નદી વચ્ચેનો વિસ્તાર (૨) નવસારીના ધર્મગુરુઓ માટે વૈરવ નદી અને તાપી નદી નજીક સુધી વિસ્તાર (૩) ગોદાવરા ધર્મગુરુઓ માટે વરવ નદીને નર્મદા તટના અંકલેશ્વર સુધીને વિસ્તાર (૪) ભરુચના ધર્મગુરુઓ માટે નર્મદાથી ખંભાત સુધી વિસ્તાર (૫) ખંભાતના ધર્મગુરુઓ માટે ખંભાતની આસપાસના વિસ્તાર જરથોસ્તી ધર્મનું સ્વરૂપ જરથોસ્તી ધર્મને મૂળ પ્રસારક અષો જરથુષ્ટ્ર કહેવાય છે. આ ધર્મના અનુયાયીઓ એકેશ્વરવાદ, અગ્નિ પૂજા વગેરેમાં માને છે. તેઓ મૂર્તિપૂજામાં માનતા નથી. તેઓ ધર્મમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. તેમના ધર્મપુસ્તકનું નામ “અવેસ્તા છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy