SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જરથોસ્તી ઘર્મ ઈરાનમાં આરબોના ત્રાસથી પિતાને ધર્મ સાચવવા કેટલાક જરથોસ્તીઓ પિતાને દેશ છોડીને, સ્થાયી વસવાટ શોધતા ભારત આવવા નીકળ્યા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે, જરથોસ્તીઓ ઈરાન છેડીને હિંદ આવવા નીકળ્યા ત્યારે તેમને દરિયામાં ભયંકર તોફાન નડયું. તેઓ ડૂબી જવાની તૈયારીઓમાં હતા, ત્યારે વહાણ ઉપરના બુઝર્ગોએ અને પવિત્ર અગ્નિને લગતું કામ કરનારાઓએ માનતા માની કે જે આ મુશ્કેલીના વખતમાં બહેરામ ઈજદ ફરિસ્તો મદદ કરે તો હિંદની જમીન ઉપર ઊતરત તેની યાદમાં એક આતશ બહેરામ બાંધીશું. થોડા સમય પછી તોફાન શમી ગયું. તેઓ હિંદમાં આવી પહોંચ્યા. તરત જ તેમણે ફરિસ્તાના નામ ઉપરથી આતશ બહેરામની સ્થાપના કરી. પારસ (ઈરાન) દેશથી આવેલા આ જ રસ્તીઓ અહીં “પારસી” નામે ઓળખાયા. જરથોસ્તીઓ પશ્ચિમ હિંદના દીવ” બંદરે ઉતર્યા અને ત્યાં ૧૯ વર્ષ રહ્યા. ત્યારબાદ ત્યાંથી દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે (જિ. વલસાડ) ઉતર્યા હતા. ત્યાં આવી ત્યાંના રાજા જાદી રાણુ પાસે તેમણે પોતાના રાજ્યમાં વસવા દેવાની રજા માગી. આથી નાદીરાણાએ તેમની પાસે દૂધને પ્યાલો અને સાકર મોકલ્યાં. જરથોસ્તી ધર્મના વડાએ દૂધમાં સાકર નાખી. દૂધમાં સાકરની જેમ ભળી જવાની ખાતરી આપી. પરિણામે તેઓએ આ સ્થળે કાયમી વસવાટ કર્યો. આ બનાવ વિ.સં. ૭૭૨ (ઈ.સ. ૭૧૬)માં બન્યો હેવાનું કેટલાક સમય પહેલાં મનાતું, પણ હવે સંશોધનને અંતે એ ખરેખર વિ. સં. ૯૯૨ (ઈ.સ. ૯૩૬)માં બજે હેવાનું મનાય છે. જાકીરાણું એ સામાન્યતઃ શિલાહાર વંશને રાજા વજજડ હેવાનું માનવામાં આવે છે. પરંતુ સંજાણના એક મઠને અપાયેલાં દાન અંગેનાં દાનશાસને પરથી તાજેતરમાં જાણવા મળ્યું છે કે કૃષ્ણ ૨ જા ના સમય (ઈ. સ. ૮૯૦-૯૧૪)થી કૃષ્ણ ૩ જાના સમય (ઈ.સ. ૯૩૯-૯૬૮) સુધી ત્યાં રાષ્ટ્રકૂટનું આધિપત્ય પ્રવર્તતું હતું. અને એ દરમિયાન સંજાણુમંડલ ઉપર શરૂઆતમાં
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy