SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૧૦ ગુજરાતના ધર્મ સંપ્રદાય પશ્ચિમમાં આગળ ચાલતાં જમણા હાથ ઉપર પાંચ મંદિર દેખાય છે. તેમાંનું પહેલું ઋષભનાથની માતાનું મંદિર છે. પુંડરીક દરવાજામાંથી આદીશ્વરના મંદિરમાં જવાય છે. આ મંદિર ચૌમુખી ઘાટનું છે. આખું મંદિર બે ચેરસ વિભાગમાં વહેંચાયેલ છે. આ ઉપરાંત સોલંકી સર્જવી કુમારપાલ, જેસલમીરના ભણસાલી પુણસી, દલીચંદ કીકાવાલા, પ્રેમચંદ્ર દામોદર, હેમાભાઈ વખતચંદ, મોદી પ્રેમાચંદ રાયચંદ, ઝવેરી રતનચંદ ઝવેરચંદ, પ્રેમચંદ ઝવેરચંદ ઝવેરી, ઊજમભાઈ બાલાભાઈ, અમદાવાદના સંધવ રૂ૫જી શામજી, અજમેરના જયમલ, અમદાવાદના પારેખ સેમચંદ વગેરેએ બંધાવેલાં જૈન મંદિરેથી આ સ્થળ એક મહાન તીર્થધામ બન્યું છે. અહીં લગભગ નાનાં મેટાં ૫૦૦ જૈન મંદિરને સંપૂટ આવેલ છે. જેનપ્રભાવક કર્મશાહ અને બીજા ભાવિક જૈનેએ ઘણાં મંદિરને છદ્ધાર કરાવેલ છે. અહીં અખાત્રીજ, કાર્તિકી પૂર્ણિમા, ફાગણ સુદ તેરસ અને મૈત્રી પૂર્ણિમાએ મેળો ભરાય છે. (અહીં મંદિરના ઉત્તમ સ્થાપત્યને ખ્યાલ આપવા સ્થળ સકેચને લીધે નમૂનાખાતર એક મંદિરનું ચિત્ર આપેલ છે. જુઓ ચિત્ર નં. ૧૭). ગિરનારઃ સૌરાષ્ટ્રમાં જુનાગઢની પાસે આવેલ ઉર્જયંત અથવા ગિરનાર પર્વત ઘણા પ્રાચીનકાળથી એક નેંધપાત્ર યાત્રાધામ મનાય છે. અહીં રરમા તીર્થંકર નેમિનાથે તપ કર્યું હતું, તેથી તે તેમની કર્મભૂમિ મનાય છે. અહીં અનેક પ્રાચીન દેવાલયે આવેલાં છે. ગિરનાર ઉપરનાં જૈનમંદિરોમાં જૂનામાં જૂનું નેમિનાથનું મંદિર છે. આ મંદિર સિદ્ધરાજ જયસિંહના દંડનાયક સજ્જન મંત્રીએ બંધાવ્યું હોવાની માન્યતા છે. આ મંદિરમાં જુદા જુદા સમયે ઘણું ફેરફાર થયા છે. અહીનાં દેવળે તેની કલાકૃતિ માટે પ્રખ્યાત છે. ગિરનાર ઉપર બીજાં કેટલાંક સુંદર સ્થાને જેવાંકે, જમિયતશાહ પીરની દરગાહ, પાંડવગુફા, શેષાવન, સીતામઢી, ભરતવન, હનુમાન ધારા, મુચકુંદગુફા વગેરે ધણાં જોવાલાયક છે. દાતાર શિખર ઉપર આવેલ જમિયત શાહની દરગાહે જવાથી રકતપિત્તના રોગ મટી જાય છે એવી એક માન્યતા છે. ભદ્રેશ્વરઃ કરછના સાગરકાંઠે આવેલ ભદ્રેશ્વર કચ્છનું એક નોંધપાત્ર જૈન તીર્થ છે. અહીં કચ્છના દાનવીર જગડૂશાહે એક સુંદર મંદિર બંધાવ્યું હતું. અનેક વખત
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy