________________
જૈનધર્મ
૧૦૯
ખંભાત :
પ્રાચીનકાળમાં સોલંકી સમયમાં ખંભાત સમૃદ્ધિના શિખરે હતું. ચૌલુક્ય રાજવી કુમારપાલના સમયમાં તેના ઉદયન નામના મંત્રીએ ખંભાતને ઉત્તમ જૈન મંદિરેથી શણગાયું હતું. ખંભાતને જૈન ધર્માચાર્ય કલિકાલસર્વજ્ઞ. શ્રી હેમચંદ્રાચાર્યની દીક્ષાભૂમિ હોવાથી અનેક ભાવિક જૈને એક મહત્વનું યાત્રાધામ માને છે. અહીં અનેક જૈન પ્રાસાદ, ઉત્તમ પ્રતિમાઓ, દૈત્ય, ઉપાશ્રય, જ્ઞાનભંડારો વગેરે આવેલાં છે. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે આબુ પર. લૂણવસતિના મંદિરમાં પધરાવેલી નેમિનાથની પ્રતિમા ખંભાતમાં તૈયાર કરવામાં આવી હતી, વિ.સં. ૧૩૬૮માં સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા સ્તંભનક (થામણા)થી અત્રે લાવવામાં આવતાં, આ સ્થળ જૈન તીર્થ તરીકે વધારે પ્રખ્યાત થયું. અહીં નીતિવિજયને જ્ઞાનભંડાર, શાંતિનાથ જૈનભંડાર, સાગરગચ્છના ઉપાશ્રયને જ્ઞાનભંડાર, વિજયનેમિસુરિ જ્ઞાનભંડાર વગેરે જ્ઞાનભંડારોમાં ઉત્તમ જૈન ગ્રંથે સચવાયેલા છે.
અહીંનાં મંદિરમાં માણેકચોકનું શ્રી ચિંતામણિપાર્શ્વનાથનું મંદિર, શાંતિનાથ જિનાલય, મહાવીર સ્વામી જિનાલય વગેરે નોંધપાત્ર છે. આ ઉપરાંત માણેકચોક, ચેકસીની પોળ, ખરપાડે, સંઘવીની પોળ, ભોંયરાપાડે, બળપીપળો, ઊંડીપળ, દંતાર પાડ, માંડવીની પોળ, નિરાળા પાડે વગેરે સ્થળે અનેક નાનાં મેટાં જૈન દેવાલયે આવેલાં છે.
શત્રુંજ્યઃ
સોરાષ્ટ્રમાં પાલિતાણા પાસે આવેલ શત્રુંજય તીર્થને મહિમા સોલંકી રાજવી કુમારપાલને વખતથી વિકસ્યો હોય તેમ લાગે છે. તળેટીમાંથી ઉપર જવા માટે પગથિયાં છે. ઘણાં મંદિરમાં લેખ જોવા મળે છે. શત્રુંજય સિદ્ધાચલ અને તીર્થરાજ ગણાય છે.
ઉપર કિટલામાં અનેક ઉત્તમ મંદિરો આવેલાં છે. ઘણું મંદિરે ચૂનામાં તૈયાર કરેલાં છે. તે ઘણું આરસના પથ્થરથી બાંધેલાં છે. વચ્ચે મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં તીર્થકરની સુંદર પ્રતિમા પધરાવેલ છે. શત્રુંજય ઉપર આવી દશ ટ્રકે છે. નાની મોટી ટૅકેના મંદિરોના રક્ષણ માટે કિલ્લા બાંધેલા છે. દક્ષિણની પટ્ટીમાં ટોચે આદીશ્વર ભગવાનનું મંદિર દેખાય છે. ખરતરવહિ ટ્રકમાં નરસિંહ કેશવજી નાયકનું બંધાયેલું ઈ. સ. ૧૯૬૨ની સાલનું એક મંદિર જેવા મળે છે.