SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધમ સપ્રદાય આ સાથે આ સમયે આયુ, ઈડર, તારંગા, માંડવગઢ, પાલનપુર વગેરે સ્થળેાએ વિવિધ જૈન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. ગિરનાર ઉપર નવાં બે ચૈત્યા બંધાયાં. ૧૦૩ વિ. સં. ૧૫૦૭ (ઈ. સ. ૧૮૫૧)માં રત્નસિંહ સૂરિના પટ્ટાભિષેક પ્રસંગે જૂનાગઢના રા માંડલિકે પંચમી, અષ્ટમી અને ચતુર્દશીના દિવસેાએ રાજ્યમાં કાઈ જીવની હિંસા ન થાય તેવી અમારી દ્વેષણા કરી. જૈનધમ નું પ્રભુત્વ ટકી પણ કાઈ ખાસ અવરાધે આમ, આવા કપરા સ ંજોગામાં પણ ગુજરાતમાં રહ્યું હતું. આ સમયે જૈન સાહિત્યના વિકાસમાં આવ્યા ન હતા. ગ્રંથરચના ઉપરાંત ગ્ર ંથાદ્વારનુ કાર્ય પણુ આ સમયે ઠીક ઠીક ચાલતું હતું. જૂના તાડપત્રીય ગ્રંથેાની નકા ભાવિક શ્રાવકા કાગળ ઉપર કરાવી ગ્રંથ અને ગ્રંથાલયને વ્યવસ્થિત રાખતા. ખંભાત અને પાટણના જૈન ભંડારામાંથી સલ્તનતકાલીન અનેક હસ્તપ્રતા મળી આવેલ છે આ સમયે જૈન સૂરિએમાં મેરુતુ ગરિ, મહેન્દ્રપ્રભસૂરિ, જિનપ્રભસૂરિ, સર્વાનંદસૂરિ, સામતિલકસૂરિ, રત્નદેવસૂરિ, વિજયાનંદ, મેરુતુ ગસૂરિ, (પ્રબંધચિંતામણિના રચનાર) રાજશેખરસૂરિ, જ્ઞાનસાગરસૂરિ, મુનિભદ્રસૂરિ, ભાવદેવસૂરિ, મલયચંદ્ર, જયશેખર, સેામસુ ંદર, વિનયચંદ્ર જિનભ, રત્નશેખર વગેરેએ જૈન ધર્મના નોંધપાત્ર ગ્ર ંથા રચ્યા છે. અકબરે ગુજરાત જીતતાં રાજકીય પક્ષે કંઈક સ્થિરતા આવી. બાદશાહ અકબરની સર્વ ધર્મ સમભાવવાળી ધાર્મિક નીતિને પરિણામે કેટલાંક જૈન મંદિરનું નવસર્જન થયું. વિ. સં. ૧૬૪૪ (ઈ. સ. ૧૫૮૮)માં શાહ વિજયા અને રાજિયાએ ખંભાતમાં જૈન મદિર બંધાવ્યું, વિ. સ. ૧૬૧૧ (ઈ. સ. ૧૧૬૫)માં ખંભાતમાં માણેકચેકમાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ અને આદિશ્વરના મંદિરમાં ખંભાતના સેાની તેજપાલે શ્રી હીરવિજયસૂરિના હાથે મંદિરની પ્રતિમાની સ્થાપના કરાવી. વિ. સં. ૧૬૭૮માં અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં સરસપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન મંદિર બ ંધાવ્યુ હતુ.. આ મદિરને બાદશાહ ઔર ગક્રેમે પેાતાની ગુજરાતની સખાગીરી દરમ્યાન મસ્જિદમાં ફેરવી નાખ્યું હતું.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy