SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્લામ ધર્મ ૧૪૫ પરિણામે સમય જતાં ગુજરાતમાં મુસ્લિમ, વહોરા મેમણ, ખોજા વગેરે અનેક જાતીઓ અસ્તિત્વમાં આવી. વડોદરા જિલ્લાના ડભોઈ ગામમાં કેટલાક મુસ્લિમ સંતની પેટલાદમાં બાબા અજુનશાહ નામના એક સંતની કબર છે. એમનું મૃત્યુ .સ ૧૨૩૬માં થયું હતું. એમ જાણવા મળે છે કે તેમણે અમદાવાદ પાસે આવેલ આશાવલમાં ઈ. સ. ૧૮૫૩માં એક મસ્જિદ બંધાવી હતી. ત્યાંથી મળતા એક અભિલેખ પરથી જાણવા મળે છે કે એ મજિદ સાર્વજનિક ઉપયોગ માટેની છે એમ જાહેર કરવામાં આવ્યું હતું. આ સમય દરમ્યાન થઈ ગયેલા મહામાત્ય વસ્તુપાલે મુસ્લિમ પ્રજાજને માટે મસ્જિદ બંધાવી હતી. એમ પ્રબંધકેશ, વસ્તુપાલ ચરિત્ર, વિવિધતીર્થક૯૫ વગેરે ગ્રંથમાંથી જાણવા મળે છે. સેલંકીકાળ દરમ્યાન ઇ. સ. ૧૨૬૪માં સોમનાથના નાખુદા પીરેજે મહાજનના આગેવાને પંચકુલ પાસેથી જમીન ખરીદી ત્યાં મજિદ બંધાવી. તેના નિભાવ માટે પંચકુલ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. વિ. સં. ૧૩૧૫માં (ઈ. સ. ૧૨૫૯)માં કચ્છમાં દાનવીર જગડૂશાહે ભદ્રેશ્વરમાં “ખીમલી” નામની મસ્જિદ બંધાવી હતી. ઈ. સ. ૧૨૮૬-૮૭માં હાજી અબ્દુલ કાસિમ નામના એક મુસ્લિમ પ્રચારકે જુનાગઢમાં મસ્જિદ બંધાવી હતી. આ મસિજદ ચીની મસ્જિદના નામે હાલમાં ઓળખાય છે. આમ, સોલંકીકાળ દરમ્યાન ગુજરાતમાં ધીરે ધીરે ઈસ્લામને પ્રચાર વધવા લાગ્યા હતા. ઘણું નીચલી વર્ણના લેકે ઈસ્લામ તરફ આકર્ષાયા હતા. ઘણું મેહમ્મદ ઘોરીના કેદી બનેલા સૈનિકોએ ઇસ્લામને અપનાવ્યા હતા. કેટલાક પરદેશથી આવેલા મુસલમાનોએ રાંદેરમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું. રાધનપુર પાસે આવેલા સમીના કસબાતીઓ પોતાને સુલતાન મહમૂદ ગઝનવી સાથે આવેલા સૈયદના વંશજો તરીકે ઓળખાવે છે. અમદાવાદના કસબાતી લેકે પિતાને વાઘેલા રાજાના ખુરાસાની સૈનિકોના વંશજો તરીકે ઓળખાવે છે. આ સમય દરમિયાન મુસ્લિમ સત્તા પર ન હોવાથી તેઓએ ઈસ્લામના પ્રચાર માટે ગુજરાતની પ્રજા ઉપર કોઈ અત્યાચાર કર્યો ન હતો. તેઓ શાંતિથી પોતાનું કાર્ય કરતાં કરતાં ગુજરાતીની પ્રજા સાથે એકરૂપ બની ગયા હતા. આ સમયે કોઈપણ દેવમંદિરે મુસ્લિમ પ્રચારકોનાં ભેગ બન્યાં ન હતાં. ૧૦
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy