SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ગુજરાતના ધર્મ સંપ્રદાય - ચૌલુક્ય વંશના અંત પછી ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. મુસ્લિમ સુલતાનેએ ગુજરાતમાં ઇસ્લામને ફેલાવો કરવા માટે ઘણું પ્રયત્ન કર્યા. ઇસ્લામ ધર્મને રાજ્યાશ્રય મળેલ હોઈ, તેમણે હિંદુઓ ઉપર અંકુશ મૂકતા. કાયદાઓ કર્યા. હિંદુઓના મંદિરને નાશ કર્યો. જજિયાવેરે દાખલ કર્યો. વટાળપ્રવૃત્તિ આદરી. જાહેરમાં મૂર્તિપૂજા બંધ કરાવી. હેળી અને દિવાળી જેવા ઉત્સવ જાહેરમાં ઊજવવા ઉપર પ્રતિબંધ મૂક્યો. સુલતાન અહમદશાહ ૧ લો, મહમૂદ બેગડે, મહમૂદ ૨ જે, મુઘલ બાદશાહ ઔરંગઝેબ વગેરેએ ઈસ્લામને પ્રચાર કરવા માટે સખત પ્રયત્નો કર્યા હતા. ગુજરાતના મુસ્લિમોમાં સુન્ની અને શિયા બંને શાખાના અનુયાયી વસતા હતા. સુન્ની પંથને પ્રચાર રાજ્યકર્તાઓએ કરેલ જ્યારે શિયા પંથને પ્રચાર ધર્મો પદેશકેએ કરેલ. આ સંતે દાઈ અને પીર તરીકે ઓળખાતા. શિયા મજહબને ફેલાવો કરવા ઈરાનથી ખાસ ધર્મગુરુઓને મોકલવામાં આવ્યા હતા. આ સર્વેમાં દાઈ અબ્દુલા, હસન અલ્લા વગેરે મુખ્ય હતા. ગુજરાતના મુસલમાને સામાન્ય રીતે રૂઢિચુસ્ત મનાય છે. તેઓ ધર્મના આદેશો શ્રદ્ધાપૂર્વક પાળે છે. ગુજરાતમાં આ સમયે મુસલમાનમાં સૈયદ, પઠાણ, તુર્ક, મુઘલો વગેરે વિભાગો પડી ગયા હતા. ગુજરાતમાં સૈયદની દસ મુખ્ય શાખાઓ છે. બુખારી, કાદરી, રફાઈ, ચિસ્તી, મશહદી, શિરાઝી, ઉરેઝી, ઈદુસી, તઝમી અને ભૂખરી સૌયદ. શેખના પાંચ પ્રકારે છે: સિદ્દી, ફારૂકી, અબ્બાસી, ત્રિસ્તી, કુરેશી કબાઓમાં કેટલેક ઠેકાણે મુસ્લિમ વહેરાઓ વસે છે. ખાસ કરીને દાહોદમાં અને સિદ્ધપુરમાં વહેરાઓની વસ્તી વિશેષ છે. તેમના સાત પ્રકાર છેઃ દાઉદીયા, સુલેમાનીઆ, અલીમા, ઝેઠીઆ, હજુનીઆ, ઈસમાઈલીયા, નઝીરીઆ. આ વોરાઓ શિયા પંથને અનુયાયીઓ હોવાથી બાદશાહ ઔરંગઝેબના વખતમાં તેમના ઉપર ઘણું જ આફત આવી પડી હતી. ગુજરાતને ઘણું મુસલમાને ઓલિયા કે પીરની માનતા માનતા હતા. મુસલમાનોના ધાર્મિક મકાનેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય ઃ (૧) મસ્જિદે, (૨) ઈદગાહ (નમાઝ પઢવાની જગ્યા), (૩) ઈમામવાડે. ગુજરાતમાં સૂરત અને ખંભાતના ઈમામવાડા ભવ્ય છે. ગુજરાતના વહોરાઃ ઈ. સ. ૧૫૩૯માં ઇસ્લામના ૨૪મા દાઈ તુના જુલ્મને કારણે, ભારતમાં આવ્યા. તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઇ સૌયદ જલાલ
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy