SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધર્મ સંપ્રદાય આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયનું બીજું એક વિશાળ મંદિર મણિનગરમાં આવેલું છે. હમણાં સં. ૨૦૧૯ (ઈ.સ. ૧૯૬૩)માં શાહીબાગ વિસ્તારમાં આ સંપ્રદાયનું અનેક શિખરોવાળું કલાત્મક મંદિર બાંધવામાં આવ્યું છે. ભૂજ : અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું એક વિશાળ મંદિર છે. મંદિરમાં સ્થાપના સમયને સં. ૧૮૭૯ (ઈ. સ. ૧૮૨૩)ને લેખ છે. મંદિર ત્રણ શિખરેથી શોભે છે. વચલા મંદિરમાં નરનારાયણ તથા હરિકૃષ્ણની પ્રતિમાઓ જોવા મળે છે. બાજુમાં ઘનશ્યામ મહારાજની આરસની પ્રતિમાએ શેભે છે. આ ઉપરાંત અહી રામ, કૃષ્ણ, જાનકી વગેરેની પ્રતિમાઓ આવેલી છે. વડતાલ : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ વડતાલ ગામમાં આ સંપ્રદાયનું એક વિશાળ મંદિર આવેલું છે. મંદિરને વિશાળ એક છે. ચારે બાજુ પ્રવેશ માટે મોટા દરવાજા છે. અહીં રહેવા જમવાની ઉત્તમ વ્યવવસ્થા છે. ગામની વચ્ચે ચોકમાં વિશાળ મંદિર આવેલું છે. મંદિરની આજુબાજુ વિશાળ ચેકમાં ગોશાળા, પાઠશાળા, ભોજનશાળા, ધર્મશાળા, વગેરે બંધાયેલ છે. આ મંદિર સં. ૧૮૮૧ (ઈ.સ. ૧૮૨૫)માં બંધાયેલું. તેના માટે લૂંટારામાંથી સત્સંગી બનેલ જોબનપગી નામના માણસે પિતાની વિશાળ જમીન દાન આપેલી. કમળ આકારના આ મંદિરનાં નવ શિખરે છે. તેની બાંધણી ઉત્તમ કલાકૃતિઓવાળી છે. વચલા મંદિરમાં લક્ષ્મીનારાયણ અને રણછોડજીની પ્રતિમાઓ તથા આજુબાજુ રાધાકૃષ્ણ સાથે શ્રીજી મહારાજની હરિકૃષ્ણ નામે પ્રતિમા આવેલી છે. આ સાથે ધર્મ, ભક્તિ અને વાસુદેવની પ્રતિમાઓ સ્થાપેલી છે. અહીં મુખ્ય પ્રતિમા લક્ષ્મીનારાયણની છે. મંદિર સામેના અક્ષરભુવનમાં નિષ્કુળાનંદે બનાવેલી શ્રીજી મહારાજની પ્રતિમા તથા તેમની અન્ય વસ્તુઓ સચવાયેલી છે. બાજુમાં હરિમંડળમાં મહારાજે લખેલ શિક્ષાપત્રી સચવાયેલ છે. આ ઉપરાંત ગામની બહાર મહારાજે બંધાવેલું ગોમતી તળાવ આવેલું છે. કહેવાય છે કે આ તળાવ બંધાવતી વખતે મહારાજે જાતે માટી ઉપાડેલ. અહીં યાત્રાળુઓ માટે જ્ઞાનની સુંદર વ્યવસ્થા કરેલ છે. ગામ નાનું છે પણ યાત્રાધામ તરીકે તેનું વિશેષ મહત્વ હોવાથી વડોદરા, નડિયાદ, આણંદ, વડતાલ, વગેરે નગરો સાથે બસ મા જોડાયેલ છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy