________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય સામાન્ય રીતે હાલમાં ગુજરાતનાં મુખ્ય મંદિરમાં ડૉપચાર પૂજનવિધિ થાય છે. પણ તેમાં ઉપર જણાવેલા સર્વ ઉપચારે પ્રજાતા હોય તેમ લાગતું નથી. પૂજનવિધિમાં સામાન્ય રીતે દેવને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ જળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર બાદ યજ્ઞોપવીત, ચંદન, ધૂપ, દીપ, આરતી, પ્રદક્ષિણ, નમસ્કાર, મંત્રપુષ્પાંજલી વગેરે કરવામાં આવે છે. આ પ્રકારની દેવપૂજા દરેક સંપ્રદાયના મંદિરમાં થતી જોવા મળે છે.
સમય જતાં બ્રાહ્મણધર્મમાં વિવિધ વિચારસરણીઓ અસ્તિત્વમાં આવતાં, ગુજરાતમાં નિશ્ચિત સ્વરૂપના સંપ્રદાયે અસ્તિત્વમાં આવ્યા. અહીં શૈવ, વૈષ્ણવ અને શાકત સંપ્રદાય જેવા વિવિધ સંપ્રદાયે વિકસ્યા. સૌર અને ગાણપત્ય સંપ્રદાય ભારતમાં થોડા પ્રમાણમાં વિકસ્યા. ગુજરાતમાં આદિત્ય સંપ્રદાય અને ગાણપત્ય સંપ્રદાય સ્વતંત્ર સંપ્રદાય સ્વરૂપે વિકસ્યા ન હતા. અલબત્ત, ગુજરાતમાં પ્રાચીનકાળમાં અનેક સૂર્યમંદિરે અસ્તિત્વમાં હતાં. આ સર્વ સંપ્રદાય હિંદુ ધર્મનું અંગ હેવા છતાં ધર્મગુરુઓ બાહ્યાડંબર તેમજ સંકુચિત મનોવૃત્તિ
ઓને લઈને કલુષિત બન્યા હતા. હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયે :
(૧) વસંપ્રદાય: શૈવસંપ્રદાયમાં ભગવાન શિવની ભક્તિ મુખ્ય ગણાય છે. શૈવસંપ્રદાયમાં શિવની ઉપાસના વેદકાળથી પ્રચલિત હોવાનું મનાય છે. પરંતુ હડપ્પા, મેહેજો-દડોમાંથી મળેલ અવશેષો પરથી જણાય છે કે એ સંસ્કૃતિમાં લિંગપૂજા પ્રચલિત હતી. વેદમાં આપણને રુદ્રને કરેલી પ્રાર્થનાઓ મળે છે. ઋગ્વદમાં રુદ્રને પશુઓના રક્ષક થવાની વિનંતી કરવામાં આવી છે. તે બાળકોને પણ રોગમુક્ત કરે છે એમ કહેવામાં આવ્યું છે. આમ, ઋદમાં વર્ણવેલો રૂદ્ર તે પશુઓ અને વનસ્પતિને દેવ છે. રુદ્રમાંથી સમય જતાં કલ્યાણકારી શિવની કલ્પના વિકસી. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે શિવ એ આર્ય દેવ નથી. સમય જતાં રુદ્રનાં આઠ અને બાર નામ પ્રચલિત થયાં.
પૌરાણિક સમયમાં શૈવસંપ્રદાયમાં વ્યવસ્થિત થયેલો જોવા મળે છે. પુરાણોમાં તેમના અનેક અવતારોની વાત કહી છે. પૌરાણિક યુગ સુધી શિવભક્તિને જે રીતે વિકાસ થાય તે રીતે જોતાં આપણે કહી શકીએ કે તે સમયે શિવનાં બે
સ્વરૂપ મનાતાં-(૧) રોદ્ર, (૨) કલ્યાણકારી શિવ. સામાન્ય જનતામાં એવી માન્યતા પ્રચલિત છે કે શિવ પોતાની પત્ની ઉમા સાથે હિમાલયના કૈલાસશિખર ઉપર વસે છે. રામાયણમાં શિવે ગંગાને કેવી રીતે પૃથ્વી પર આણી તેનું વર્ણન આપેલ છે.