________________
જેનધામ
(અ) જૈનધર્મના આચારઃ
જૈનધર્મ એ આચારપ્રધાન ધર્મ છે. તેના આચારો નીચે પ્રમાણેના છે : (૧) મહાવ્રત અને અણુવ્રત:
જૈનધર્મમાં વ્રત અને ઉપવાસને મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં શ્રાવક -શ્રાવિકાઓ માટે નીચેનાં વૃત્ત નક્કી કરવામાં આવ્યાં છે.
(અ) અહિંસા: મન, વાણી અને કર્મો કરીને હિંસા આચરવી નહિ, તેમજ આચરનારને અનુમોદન આપવું નહિ.
(બ) સત્યઃ મન, વાણી અને કર્મો કરીને અસત્ય બલવું કે આચરવું નહિ, તેમજ આચારનારને અનુમોદન આપવું નહિ.
(ક) બ્રહ્મચર્ય : મન, વાણી અને કર્મો કરીને બ્રહ્મચર્ય વ્રત આચરવું. (ડ) અસ્તેયઃ મન, વાણી અને કર્મો કરીને ચોરી કરવી નહિ.
(ઈ) અપરિગ્રહઃ મન, વાણી અને કર્મો કરીને કોઈ પણ વસ્તુને પરિગ્રહ કરવો નહિ, તેમજ તેમ કરનારને અનુમોદન આપવું નહિ.
આ પાંચ વ્રતો જૈનધર્મમાં સાધુ-સાધ્વીઓ તીવ્રતાથી પાળે ત્યારે તે મહાવ્રત કહેવાય અને શ્રાવક-શ્રાવિકાઓ પરિસ્થિતિને અનુરૂપ થઈ પાળે ત્યારે તે અણુવ્રત કહેવાય છે. સમિતિ:
સમિતિ એટલે સદાચાર, સારું વર્તન. જૈનધર્મમાં પાંચ સમિતિઓ દર્શાવેલ છે? (૧) ઇર્ષા સમિતિ :
આ સમિતિ અહિંસા પર રચાયેલી છે. આમાં વર્ણવ્યા મુજબ કોઈપણ સાધુ-સાધ્વીઓએ રાતના ચાલવું જોઈએ નહિ. તેમજ જે રસ્તે લીલું ઘાસ હેય તેમાં પગ મૂકીને ચાલવું જોઈએ નહિ. (૨) ભાષા સમિતિ :
આપણે વાણી દ્વારા પણ હિંસા થાય તેવું આચરણ કરવું જોઈએ નહિ. સાધુ-સાધ્વીઓએ એવી વાણી ઉચ્ચારવી જોઈએ કે જેથી દરેકને ધર્મલાભ થાય. (૩) એષણ સમિતિઃ - -
સાધુ-સાધ્વીઓએ એવી કોઈપણ ઈચ્છા સેવવી જોઈએ નહિ, કે જેથી સંસારી જીવને દુખ થાય.