SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ગુજરાતના ધમ સંપ્રદાય લોકપ્રિયતાનાં કારણે ઃ સ્વામીનારાયણ સંપ્રદાયે તત્કાલીન સમાજના નીચલા થરના લેકેના શ્રમને બિરદાવી તેમને ઉદ્ધાર કરવા પ્રયત્ન કર્યો. તેની લોકપ્રિયતાનાં કારણે નીચે પ્રમાણે છે : (૧) તેમના ઉપદેશમાં ગુઢ તત્ત્વજ્ઞાનને બદલે ધર્મ અને નીતિના સાદા સિદ્ધાંતે નજરે પડે છે.. (૨) તેમણે વાણી અને શુદ્ધ આચાર ઉપર ભાર મૂકયો છે. (૩) વ્યવહારશુદ્ધિને જીવનનું મહત્વનું અંગ માને છે. (૪) પોતાને ઉપદેશ સાદી અને સરળ ભાષામાં કર્યો છે. (૫) નીચલા વર્ગના શ્રમને મહત્ત્વ આપ્યું છે. (૬) તેમણે જીવનમાં ત્યાગ અને શ્રમનું મહત્વ સમજાવી વૈરાગ્ય ભાવના વિકસાવવા પ્રયત્ન કર્યો છે. (૭) સમાજમાં સમાનતા લાવવા પ્રયત્ન કર્યો છે. (૮) સમાજમાં પ્રચલિત અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, મલીનતા, વહેમ વગેરે દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેલ છે. , (૯) સૈ માટે ધર્મનાં દ્વાર ખુલ્લાં રાખી નીચલા વર્ગના લોકોને આકર્ષા, (૧૦) સ્ત્રી-પુરુષના વર્તનની મર્યાદા સમજાવી; સત્સંગી સ્ત્રીઓ માટે અક્ષરજ્ઞાનની મહત્તા સ્વીકારી, સગવડતા કરી. ઉપરનાં સર્વ કારણેથી સમાજના નીચલા વર્ગના લોકોએ પ્રેમથી આ સંપ્રદાયને અપનાવ્યું. પરિણામે આ ધર્મ એક સામાજિક ક્રાંતિ બની ગયે. શિક્ષાપત્રીઃ સહજાનંદ સ્વામીએ ધર્મ અને શાસ્ત્રોના વિવાદને બદલે ગરીની સેવામાં જોડવો. આધુનિક સમયમાં સરકાર જે હજાર પ્રયત્ન દ્વારા ન કરી શકે તે તેમણે સ્વપ્રયત્નથી પછાત ગણાતી જ્ઞાતિઓને સંસ્કારી બનાવવા કર્યું. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી નામના ગ્રંથ દ્વારા સત્સંગીઓ માટે એક આચારસંહિતા રચી. દરેક સ્વામીનારાયણ સંપ્રદાયને અનુયાયી આજે પણ તેનું સન્માન કરે છે. શિક્ષાપત્રીમાં બસો બાર કલેકે છે. તેમાં જનસમાજના જીવનને પોષક બને તેવા સર્વ સામાન્ય વિષયે આવરી લેવામાં આવ્યા છે. લેકેને સદાચારનું મહત્ત્વ સમજાવવા સ્વામી સહજાનંદે ગ્રંથ લખે છે. તેને સારી ટ્રકમાં નીચે પ્રમાણે છે:
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy