SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વૈષણવ સંપ્રદાય પણ આવા જ પ્રકારના એક વૈષ્ણવ મંદિર ભલીગૃહને ઉલેખ જૈન આગમ ગ્રંથામાંથી મળે છે. ત્યાં ભલી–બાણથી વિંધાયેલ પગવાળા વાસુદેવની મૂર્તિ હતી. પોતાની સાથે ભરુકચ્છથી દક્ષિણાપથ તરફ જતા એક જૈન સાધુએ એક ભાગવતને એ બતાવી હતી. આ ભલીગૃહ ભરૂચથી દક્ષિણ પથ જવાના માર્ગ ઉપર આવેલ કસુંબારણમાં હતું તેવો ઉલ્લેખ છે. આ કૌસુંબારણ્ય તે હાલના કોસંબા આસપાસને પ્રદેશ હશે. આ ઉપરથી એમ લાગે છે કે ગુપ્તકાલમાં અન્યત્ર વૈષ્ણવ મંદિરે બંધાયાં હશે પણ તેના કોઈ પુરાવા હાલમાં મળતા નથી. ગુપ્તકાલ દરમિયાન ગુજરાતમાં પ્રચલિત થયેલ ભાગવત ધર્મ મૈત્રકકાલ દરમિયાન અસ્તિત્વમાં હતા. મૈત્રકને કુલધર્મ “માહેશ્વર” હોવા છતાં મૈત્રક રાજવી ધ્રુવસેન ૧લે પોતે “પરમ ભાગવત’ હતા. ગારુલક વંશના રાજવીઓ ભાગવત સંપ્રદાયના હતા. એમના કુળની ઉત્પત્તિને વિષ્ણુના વાહન ગરૂડ સાથે સાંકળવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં શૈકૂટવંશના રાજવીઓ ભાગવત ધર્મ પાળતા હતા. આમ છતાં શૈવ સંપ્રદાયની સરખામણીએ ભાગવત ધર્મને પ્રચાર ઘણો ઓછો હતા. મૈત્રક રાજવીઓના દાનશાસનમાં ભાગવત સંપ્રદાયના કેઈ દેવસ્થાનને દાન અપાયાને ઉલેખ મળતો નથી. સૈન્ધવ વંશના ગુ. સ. ૫૫૫ (ઈ.સ. ૭૪-૭૫)ના દાનશાસનમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલ હરિ, હર, સૂર્યને માતાના મંદિરને ઉલ્લેખ આવે છે. સૌરાષ્ટ્રના પ્રાચીન મંદિરના અવશેષોમાં સોમનાથ પાટણની પાસે આવેલા કદવાર ગામનું પ્રાચીન મંદિર સ્પષ્ટતઃ ભાગવત ધર્મનું મૈિત્રકકાલીન મંદિર હોવાનું જણાય છે. એમાં હાલમાં કેવળ વરાહની પ્રતિમા જોવા મળે છે. પણ સંભવ છે કે મુખ્ય મંદિરમાં વિષ્ણુના દસ અવતારોની પ્રતિમાઓ હશે. વરાહની મૂર્તિની આસપાસ વિષણુના દસ અવતારોની પ્રતિમાઓ કંડારેલ છે. તેમાં વાસુદેવ કૃષ્ણને સમાવેશ થતો નથી. મૈત્રકકાલીન એક પ્રશસ્તિમાં વિષ્ણુ ભગવાન અને એમના કેટલાક અવતારો ખાસ કરીને વરાહ, વામન અને કૃષ્ણને લગતા અનેક ઉલલેખ આવે છે. વિષ્ણુને લગતા ઉલ્લેખોમાં લક્ષ્મી, સુદર્શન ચક્ર, ગદા, શાંગ, પદ્મ, કૌસ્તુભમણિ, ગરૂડ ને જલસૈયાને.-ઉલ્લેખ છે. એમાં વિષ્ણુનાં ઉપેન્દ્ર, નારાયણ, પુરુષોત્તમ, જનાર્દન વગેરે નામ આપેલ છે. એ કાલના બ્રાહ્મણોમાં વિષ્ણુ, કેશવ ને શ્રીધર જેવાં નામ જોવા મળે છે. બીજી એક પ્રશસ્તિમાં નરસિંહ અવતારને ઉલ્લેખ આવે છે. શ્રીકૃષ્ણાવતારને લગતા ઉલેમાં શ્રીકૃષ્ણ કરેલી દ્વારકા પ્રાપ્તિન, કૃષ્ણની બાલક્રીડાના, ગોરક્ષા અર્થે કરેલા ગોર્વધન ધારણને, કાલીયમર્દન વગેરેને લગતા ઉલેખો આવે છે. આઠમા સતકની એલરાની ગુફાઓમાં ગોવર્ધન ધારણ અને કાલીયમદનનાં શિ૯૫ કોતરાયેલ છે. આ સમયે રચાયેલ જિનસેન સૂરિના હરિવંશપુરાણમાં શ્રીકૃષ્ણની બાળલીલાનું વર્ણન આપેલ છે. આ
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy