SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ “૧૮ ગુજરાતના ધર્મ સંપ્રદાય દ્વારની યાદગીરી રૂપે સૂરતમાં નાનપુરા વિસ્તારમાં મકાઈપુરા નામે ઓળખાતી જગા મોજુદ છે. ગુજરાતમાં ઊજવાતા મુસ્લિમ તહેવારે : ખાસ કરીને ઈસ્લામી તહેવારો હિજરી સંવત પ્રમાણે નક્કી થાય છે. મહેરમ એ હિજરી સંવતને પહેલો માસ ગણાય છે. ગુજરાતમાં મુસ્લિમો મહેરમ, ઈદેમિલાદ, શબેમેરાજ, રમજાન ઈદ, વગેરે તહેવારો બહુ જ ઉત્સાહથી ઊજવે છે. ગુજરાત પર ઇસ્લામની અસર : ચૌદમી સદીમાં ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના થતાં ગુજરાતમાં ઈસ્લામને પ્રચાર વ્યાપક પ્રમાણમાં થયો. મુસ્લિમ સુલતાનેએ ધાર્મિક ઝનૂનથી પ્રેરાઈને અનેક મંદિરોને નાશ કર્યો. અનેક ઠેકાણે મસ્જિદ બનાવી. ધીરે ધીરે મુસલમાન અને હિંદુઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રે એકબીજાની નિકટ આવવા લાગ્યા. સુલતાન અહમદશાહે રાજદરબારમાં હિંદુઓને મહત્ત્વના હોદા આપવાની શરૂઆત કરતાં હિંદુઓ રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર ભાગ ભજવવા લાગ્યા. તેમની કુશાગ્ર બુદ્ધિના પરિણામે રાજ્યની આવક વધી. મલેક ગોપી જેવા સરદારેએ સૂરત બંદરને વિકસાવી ગુજરાતના વેપારને સમૃદ્ધ બનાવ્યું. રાજ્યના મહત્ત્વના પ્રશ્નો જેવા કે વારસા હકક વગેરેમાં હિન્દુઓ મહત્તવને ભાગ ભજવતા. ઈસ્લામના પ્રચારથી ગુજરાતમાં મુસ્લિમ સમાજ અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતમાં માંસાહાર વધે. મુસ્લિમ આક્રમણોને લીધે જ્ઞાતિનાં બંધને કડક બન્યાં. લગ્ન અને ભજન વહેવાર ઉપર સખ્ત પ્રતિબંધ આવ્યા. નારી સમુદાય અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાં સડવા લાગે. મુસ્લિમ શિક્ષણપ્રથાને પ્રસાર વધતાં અરબી-ફારસીનું મહત્ત્વ વધ્યું. તેને પરિણામે નાગરે અને કાયસ્થ જેવી જ્ઞાતિઓના અધિકારીઓ ફારસી ઉપર કાબૂ જમાવવા લાગ્યા. કુરાનના અભ્યાસને મુસ્લિમ શિક્ષણમાં કેન્દ્રસ્થાને મૂકવામાં આવ્યું. કેટલાક હિંદુ લેખકો એ પણ ફારસી ગ્રંથ લખ્યા છે. મુસ્લિમોના પરિચયને લીધે ગુજરાતી પ્રજાના ખોરાકની વાનગીઓ, પોષાક અને ભાષા વગેરેમાં ફેરફાર થયા. મકાનની આગળની ખુલ્લી જગામાં ખડકી બાંધવાને બદલે બાગ બનાવવાનો શોખ વ. હિંદુઓમાં પરદા પદ્ધતિ દાખલ થવા લાગી. જે કે હિંદુઓમાંથી મુસ્લિમો બન્યા તેમની રહેણીકરણ ઉપર
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy