________________
બૌદ્ધધર્મ
૧૨૭ સાચવી રાખવામાં આવેલ હતા. આ અવશેષો જૂનાગઢના મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવેલ છે.
સ્તૂપમાંથી પ્રતિમા શિલ્પ કે કઈ લેખ વગેરે મળેલ ન હોવાથી તે કયા સમયને છે તે નક્કી થઈ શક્યું નથી. પરંતુ સામાન્ય રીતે તે ક્ષત્રપકાલીન હોવાની માન્યતા છે. અહીંથી મળતી ઇંટનું માપ ૧૮, ૧૨ અને ૮ ઈંચનું હતું. બેરિયાના સ્તૂપ પાસેથી એક બીજે સ્તૂપ મળી આવેલ છે. જેને સ્થાનિક લેકે “બડી લખામેડી” નામે ઓળખે છે. એની બાજુમાં વિહારના અવશેષો હોય તેમ જણાય છે. દેવની મેરીને સ્તૂપ :
સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના તીર્થધામ શામળાજી નજીક આવેલ દેવની મોરી નામના સ્થળેથી ખોદકામ કરતાં મળી આવેલ સ્તૂપ ગુજરાતને એક નોંધપાત્ર સ્તૂપ મનાય છે. આ સ્થળે ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી ખેદકામ કરાતાં આ સ્તૂપ મળી આવેલ છે. હાલમાં આ તૂપ મેશ્વો નદી પર બંધાયેલ શ્યામ સરોવરમાં ડૂબી ગયેલ છે, પણ તેમાંથી મળેલા અવશેષો મ. સ. યુનિવર્સિટીના મ્યુઝિયમમાં સચવાયેલ છે.
- સાબરકાંઠા જિલ્લામાં દેવની મોરી આગળને આ સ્થળને સ્થાનિક લેકે “ભેજરાજના ટેકરા” તરીકે ઓળખતા. ખોદકામ કરતાં મળેલ એક વિશાળ સ્તૂપને ઉપરનો તથા બહારના ભાગ તૂટી ગયેલ હતો. બાકીના અવશેષમાં ખંડની અંદર છેક એક ચોરસ પીઠિકા અને તેની ઉપર બીજી ચેરસ પીઠિકા હતી અને એની ઉપરનો ભાગ ગેળાર્ધ અંડાકાર હતો. નીચલી પીઠિકા ૮૬ ૪૮૬ ફૂટની અને ૮ ફૂટ ઊંચી હતી. દીવાલમાં બારબાર થાંભલાઓ હતા. આ થાંભલાઓ દ્વારા દીવાલનું રક્ષણ થતું. સ્તૂપમાં વિવિધતા સજતી હતી. ઉપરના ભાગમાં ટોડલાની સળંગ પટ્ટી હતી. તેના ઉપર સુંદર પાંદડાવાળી વેલ કરેલ હતી..
તૂપની પીઠિકાને ફરતી જગ્યા પ્રદક્ષિણા માર્ગ માટે હોય તેમ લાગતું હતું. દરેક બાજુની દીવાલમાં આવેલા ગોખલાઓમાં ભગવાન બુદ્ધની સાથે ધ્યાની બુદ્ધોની પ્રતિમાઓ હતી. આ પ્રતિમાઓ પકવેલી માટીની અને બે ફૂટ જેટલી ઊંચી હતી. એક શિલ્પ પદ્માસન પર યોગાસનમાં બીરાજેલ ધ્યાની બુદ્ધિનું હતું. ગોખની વચ્ચેના ભાગમાં તેરા (કમાન) હતાં. સ્તૂપની અંદરની રચના બરાબર જળવાઈ રહી હતી. અંડની અંદરના ભાગમાં બુદ્ધની એક પૂર્વાભિમુખ પ્રતિમા આવેલી હતી. એની નીચે માટીના અસ્થિપાત્રમાં પથ્થરને દાબડો હતો.