SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ગુજરાતના ધમ સંપ્રદાય અકબર” એમ અંકિત કરાવ્યું હતું. અંબરના રાજા ભગવાનદાસ દાદુના મુખ્ય શિષ્ય હતા. ગુજરાતમાં દાદુપથીઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતના કેટલાક નામાંકિત મુસ્લિમ સંતઃ કોઈપણ પ્રદેશના સાંસ્કૃતિક ઈતિહાસમાં સાધુસંતોનું સ્થાન ઘણું મહત્વનું હેય છે. તેમણે સર્જેલા ધર્મસંસ્કારને લીધે જ પ્રજાજીવન અનેક યાતનાઓ સામે ટકી રહ્યું હોય છે. ગુજરાતમાં સતનતકાલ દરમ્યાન કેટલાક નામાંકિત મુસ્લિમ સંત થઈ ગયા. તેમાં અહમદશાહ ૧ લાના સમયમાં સરખેજના સંત અહમદ ગંજબક્ષ અને વટવાના પ્રસિદ્ધ સંત હઝરત કુતુબે આલમશાહ મુખ્ય છે. શેખ અહમદ ખટુ ગંજબક્ષ : | ગુજરાતના પાટનગર અમદાવાદની સ્થાપનામાં જે ચાર અહમદો હતા તે પૈકી એક પવિત્ર અને સંત પુરુષ અહમદખટ્ટ ગંજબક્ષ હતા. તેમની ગણના તે જમાનાના ભારતના ઉત્તમ મુસ્લિમ સંતમાં થતી હતી. તેઓ કયાંના વતની હતા તેની કોઈ માહિતી મળતી નથી. પણ કેટલાક એમને નાગર પાસેના ખટુ ગામના હેવાનું માનતા હતા. તેમને જન્મ દિલ્હીમાં થયે હતા. તેમનું જન્મ નામ વજી. ઉદ્દીન હતું. યુવાનીમાં તેમણે ભાગે આવેલી મિલકત મેજશોખમાં ઉડાવી દીધી. પણ ખટુ ગામના એક પ્રસિદ્ધ સંત ઈશાક મગરૂબીના પરિચયમાં આવતાં તેમનામાં વૈરાગ્ય જાગ્યો. તેઓ તેમના શિષ્ય બન્યા. તેમણે પ્રવર્તાવેલ સંપ્રદાય મઘરબી તરીકે ઓળખાય. તેઓ માનવતાના સાચા પૂજારી હતા. કહેવાય છે કે દિલ્હીમાં તૈમૂરે ચલાવેલી કતલ તેમણે બંધ કરાવી હતી. ઈ. સ. ૧૩૭૪માં મક્કાની યાત્રા કરવા ખંભાત બંદરે આવ્યા હતા. મક્કાથી પાછા ફરતાં ગુજરાત પ્રત્યે અનુરાગ જન્મતાં સાબરમતી નદીને સામે પાર સરખેજ ગામમાં સ્થિર થયા. થોડાક સમય બાદ મુઝફરશાહ અને તેમના પુત્ર મહમદશાહ સાથે પરિચય વધતાં તેઓ વચ્ચે ગુરુ. શિષ્યને સંબંધ બંધાયો. કહેવાય છે કે પિતા-પુત્ર વચ્ચે તકરાર થતાં આ સંતના આશીર્વાદ મેળવવા માટે મહમદશાહે ઘણું મોટી રકમ આ સંતને ભેટ મોકલી હતી. પણ આ નાપાક રકમને સંતે સ્વીકાર ન કર્યો. સમય જતાં તેઓ ગંજબક્ષ તરીકે ઓળખાવા લાગ્યા. મહમદશાહ પછી તેમને પુત્ર અહમદશાહ ૧ લે આ સંતને પરમ શિષ્ય બન્યું. અમદાવાદની સ્થાપનામાં આ સંતે મહત્વનાં સૂચને ર્યા. તેમણે અમદાવાદને પાયો નાખવા માટે પાંચ પવિત્ર અહમદે ભેગા કરવાનું
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy