SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શૈણવ સંપ્રદાય કહી શકીએ કે ભક્તિરસમાંથી શૃંગારરસને તેમાંથી કયારેક વિલાસ જન્મ્યો છે. દેવદાસી સંપ્રદાય આને નમૂને છે. ગુપ્તરાજવીઓએ વૈષ્ણવ ધર્મને રાજ્યાશ્રય આ હોઈ તે જમાનામાં આ સંપ્રદાય પૂર્ણપણે વિકસ્યો હતો. ગુપ્તરાજવીઓ પોતાને “પરમ ભાગવત” તરીકે ઓળખાવે છે. પ્રાચીન વેદધર્મની અસર નીચે આખો સમાજ યજ્ઞયાગ અને કર્મકાંડથી રંગાયેલો હતો, ત્યારે વ્યવહારુ બોધ આપવાનું કાર્ય વૈષ્ણવ સંપ્રદાયે કર્યું. બીજા કોઈ પણ સંપ્રદાય કરતાં આ સંપ્રદાય સામાન્ય જનતામાં વધુ પ્રસિદ્ધિ પામ્યો છે. આ પ્રસિદ્ધિનાં કેટલાંક કારણે નીચે પ્રમાણે તારવી શકાય : (૧) આ સંપ્રદાયમાં એક જ ઈશ્વરની કલ્પના કરેલી હેઈ જુદા જુદા દેવોની ઉપાસના કરવા કરતાં, એક જ દેવનું શરણું લેવું જનતાને વધારે , અનુકુળ લાગ્યું. આ દેવ પોતાના કુટુંબીજન જેવો હોવાથી, તેના તરફ લેકે વધારે આદરભાવથી જેવા લાગ્યા. આ દેવ ભગવાનના નામે ઓળખાવા લાગ્યા. ભગવાન એટલે જેનામાં વીર્ય, અશ્વર્ય, બલ વગેરે સદગુણે છે તે. શક્તિ પ્રમાણે આ ભગવાનની ભક્તિ થઈ શકે છે. (૨) ભગવાનની ભક્તિ આ સંપ્રદાયમાં અનેક રીતે ઉપદેશવામાં આવી છે. ભક્તિના નવ પ્રકારોમાંને એક આત્મનિવેદનને પ્રકાર, આ સંપ્રદાયમાં ઘણો જ પ્રચલિત પામે છે. ભગવાનને શરણે પોતાનું સર્વસ્વ સાંપી દઈને આખું જીવન ભગવાનની ભક્તિમાં ગાળવું તેને આત્મનિવેદનનો પ્રકાર કહે છે. નરસિંહ, મીરાં, સૂરદાસ વગેરેએ આ પ્રકારની ભક્તિ કરી હતી. (૩) વળી, આ સંપ્રદાયમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે, જો તમે તમારું સર્વસ્વ ભગવાનના ચરણમાં સમર્પણ કરે, તે ભગવાન તમને મદદ ક્ય વિના રહેતો નથી. અહીં અનેક સંતેને આ પ્રકારની મદદ મળી હોવાની કથાઓ પ્રચલિત છે. (૪) આ સંપ્રદાયમાં ગૂઢ તવજ્ઞાનને અવકાશ ન હોવાથી, તેમજ અટપટીવિધિઓ ન હોવાથી, અભણ અને ઓછું ભણેલી પ્રજા માટે કેવળ ભક્તિ પરમાત્માને પામવા માટેનું વધારે સરળ સાધન બન્યું. (૫આ સંપ્રદાયમાં ભગવાન વિષ્ણુના અવતારોની વાત પ્રતિષ્ઠિત થયેલી જોવા મળે છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે “જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધી જાય છે, ધર્મને નાશ થાય છે ત્યારે ત્યારે પાપીએના વિનાશ માટે અને સંત પુરુષના રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. ભાગવતો ભગવાનના અવતારેમાં ખૂબ ખૂબ શ્રદ્ધા ધરાવે છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy