Book Title: Gujaratna Dharm Sampraday
Author(s): Navinchandra A Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 183
________________ ગુજરાતના ધમ સપ્રદાય મિશન હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. ૧૮૬૪-૭૧ દરમ્યાન રેવ. વિલિયમ ડિકશન આ શાળાના પ્રિન્સિપાલ હતા. તેમણે કેટલાક વિદ્યાથી ઓને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા તૈયાર કર્યા હતા. આ સમયે મુંબઈના ધનજીભાઈ નવરેજીએ સૂરતમાં રહીને ખ્રિસ્તી ધર્મના પ્રચાર કર્યાં, તેમણે વણુકરનાં છેાકરાં માટે શાળાઓ ખેાલી, આ શાળા મારફતે ધણા વણકરા ખ્રિસ્તી બન્યા. ઈ.સ. ૧૮૬૪માં ગુજરાતી, પારસી ખેાલીમાં નવા કરારને અનુવાદ રેવ. ધનજીભાઈ નવરાજીએ કર્યા હતા. ૧૭૪ આ પછી લડન મિશનરી સે।સાયટીએ સૂરતથી આગળ વધીને ખેારસદમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારની કામગીરી આરંભી. અહીંના મિશનની આગેવાની કર્લાકસન નામના પાદરીએ લીધી. તેમના હાથે સહુ પ્રથમ દેહવાણુ પાસેના ગારવાના ખુશાલભાઈ નામના એક વણકર ખ્રિસ્તી બન્યા. ધીરે ધીરે ખીન્ન કેટલાક વણકર ખ્રિસ્તી બન્યા. આ સર્વને ઈ.સ. ૧૮૪૭માં ખેારસદ નજીક ઘેાડીક જમીન ખરીદીને તેમાં ધર બંધાવી કર્લાકસને વસાવ્યા. ધીરે ધીરે દેહવાણુ, જ ખુસર વગેરે સ્થળે ખ્રિસ્તી ધર્માંના અનુયાયીએ વધવા લાગ્યા. કેટલાક કાળી લાએ ઈ.સ. ૧૮૫૧માં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યેા. આમ, ખ્રિસ્તી ધર્માંના પ્રચાર માટે સ્થપાયેલ મહીકાંઠા મિશને લગભગ ચૌદ વર્ષ સુધી ખ્રિસ્તી ધર્મના પ્રચારનું ઉત્તમ કાર્ય કર્યુ.. ધીરે ધીરે ખેારસદમાં નિશાળ અને દેવળ બંધાયાં. ઈ.સ. ૧૮૪૭માં ખેારસદ નજીક ખાસીવાડાના પાયા નંખાયા. ખાસીવાડીમાં અનેક ખ્રિસ્તીએ વસવા લાગ્યા. અહીં ખ્રિસ્તી ધર્માંના અનુયાયીએનું પ્રાચીન કમ્રસ્તાન આવેલું છે. ઈ.સ. ૧૮૬૧માં અમદાવાદમાં ‘મૂર' નામના પાદરીની આગેવાની હેઠળ ખ્રિસ્તી ધર્મના પ્રચારના આરભ થયા. ઈ.સ. ૧૮૬૬માં એક અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવી. ધીરે ધીરે તેમાંથી ઈ.સ. ૧૮૭૫માં હાઈસ્કૂલ થઈ. ઈ.સ. ૧૮૭૮માં અમદાવાદમાં વસતા ખ્રિસ્તીએની સ ંખ્યા અલ્પ હતી. ધીરે ધીરે તેમની સંખ્યા ઈ.સ. ૧૯૩૯માં સારા પ્રમાણમાં વધી. આ પછી પણ સ ંખ્યામાં નોંધપાત્ર વધારા થવા લાગ્યા. આજે અમદાવાદમાં આઈ. પી. મિશન સ્કૂલ, સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ જેવી સ ંસ્થાએ તેમજ જુદે જુદે સ્થળે ખ્રિસ્તી દેવળેા આવેલાં છે. દેવળામાં વિકટારિયા ગાર્ડન આગળનું દેવળ તેમજ ગુજરાત કૉલેજ આગળનુ દેવળ અગ્રગણ્ય છે. આ લેન્ડના વતની રેવ. ડે. જેન શિલેડી આઈ. પી. મિશનના મિશનરી હતા. ગુજરાતમાં ૧૮૭૪થી ૧૯૧૫ સુધી તેમણે કામ કર્યું. આણુ દમાં ખ્રિસ્તી ધર્માંના પ્રચારનું કાય શિલેડી નામના પાદરીએ શરૂ કર્યું. ધીરે ધીરે આણંદ, નડિયાદ,

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200