Book Title: Gujaratna Dharm Sampraday
Author(s): Navinchandra A Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 171
________________ ૧૬૨ ગુજરાતના ધર્મ સંપ્રદાય પરમાત્માના જપને મહિમા ગાવામાં આવ્યા છે. નાનકના પદોમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની છાંટ જોવા મળે છે. એમના ઉપદેશને સાર એ છે કે, માનવી એ પ્રથમ માનવી છે પછી તે હિંદુ કે મુસલમાન છે. અજ્ઞાન દૂર કરવા માટે, અસત્યમાંથી સત્ય તરફ જવા માટે, મનુષ્ય સતગુરુનું શરણું લેવું જોઈએ. ઈશ્વરનું વખતોવખત સ્મરણ કરવા માટે તેમના નામને જપ કરવો જોઈએ.. અનેક તીર્થોમાં સ્નાન કરવાથી કે માથું મુંડાવવાથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ભલાઈનાં કાર્યો કરવાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. સત્કર્મ એ જ મુક્તિના માર્ગને દરવાજે છે. ઈશ્વરના દરબારમાં જવા માટે મન, વચન અને કાર્યની નિર્દોષતા આવશ્યક છે. ગુરુ નાનકના ઉપદેશમાં ઈપણ જગ્યાએ સાંપ્રદાયિકતા દેખાતી નથી, પણું માનવધર્મ ટપકતો જોવા મળે છે. તેમને માર્ગ હિંદુ-મુસ્લિમ દરેકને ઉપયોગી થાય તેવો છે. ભારતની પરંપરામાં નાનક આ કારણથી હિંદુઓના ગુરુ અને મુસલમાનના પીર તરીકે ઓળખાય છે. . શીખધર્મની ગુરુ પરંપરા : ગુરુ નાનક પછી તેમની વિચારધારાને બીજા નવ ગુરુઓએ ચાલુ રાખી અને શીખ ધર્મને વ્યવસ્થિત કર્યો. ગુરુ નાનક પિતાની પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવા માગતા ન હતા. પણ પોતાનું કાર્ય ચાલુ રહે તે હેતુથી ગુરુ ગાદી પિતાના શિષ્ય લહનાને આપી તેનું નામ “અંગદ” રાખ્યું. આથી ગુરુ અંગદ શીખ ધર્મના વિકાસમાં બીજા ગુરુ તરીકે જાણીતા છે. પોતાના કાર્યને લોકપ્રિય બનાવવા માટે તેમણે લંગર(મફત ભેજન)ની વ્યવસ્થા કરી અને ગુરુમુખી લિપિની શોધ કરી. તેમની વાણી ગ્રંથ સાહેબના બીજા મહોલ્લામાં સચવાયેલ છે. અમરદાસ એ શીખ ધર્મને ત્રીજા ગુરુ તરીકે ઓળખાય છે. તેઓ વૈષ્ણવ હતા. તેમણે મુસલમાનોની કનડગત સામે શીખ ધર્મનું ચેતન ટકાવી રાખ્યું. સાધુ સંતો માટે અન્નક્ષેત્રો શરૂ કર્યા. પડદાપ્રથા અને સતીપ્રથા અટકાવવા પ્રયત્ન કર્યો. તેમની વાણી ગ્રંથ સાહેબને ત્રીજા મહેલામાં સચવાઈ છે. શીખ ધર્મના વિકાસમાં ચેથા ગુરુ તરીકે રામદાસ પ્રખ્યાત છે. તેઓ અમરદાસના જમાઈ થતા હતા. મુસ્લિમ રાજ્ય સામે ટક્કર લેવા માટે તેમણે શિષ્ય પાસેથી નિયમિત દક્ષિણા લેવી શરૂ કરી. તેમણે અમૃતસરના સરોવરને પાયે નાખ્યા હતા. તેમજ હરિમંદિર બાંધવાની શરૂઆત કરી હતી મુઘલ બાદશાહ અકબર

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200