________________
૧૬૪
|
ગુજરાતના ધામ સંપ્રદાય
ગુરુ તેગબહાદુર ૫છી છેલ્લા અને દસમા ગુરુ આવે છે ગુરૂગોવિંદસિંહ. તેમણે ઘણું કુમળી વયે શીખોનું નેતૃત્વ લીધું. શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત થઈ તેમણે ધર્મસુધારણા અને સમાજ સુધારણાનું કાર્ય આરંવ્યું. કહેવાય છે કે ધર્મથી ચલિત કરવા તેમના બે પુત્રોને ઔરંગઝેબે દીવાલમાં જીવતા ચણી લીધા, છતાં તેઓ ધર્મથી ચલિત ન થયા. ધીરજ અને કરુણા એ તેમના જીવનની બે બાજુઓ હતી. શીખોને વ્યવસ્થિત કરવા તેમણે “ખાલસા” નામની સંસ્થા શરૂ કરી. તેઓ કહેતા કે તમારો ધર્મ “સિંહ” ધર્મ છે. તેથી સિંહનું નામ રાખો. આ પદ્ધતિમાં તેમણે શીખને પાંચ કક્કો ધારણ કરવાને ઉપદેશ આપે. આ પાંચ કક્કા તે કેશ (લાંબાવાળ), કંઘી (નાની કાંસકી), કિરપાણ (નાની તલવાર), કચ્છ અને કડુ. આ પાંચ ચિહ્નો આજે પણ શીખ ધર્મનાં આવશ્યક અંગ ગણાય છે. ખાલસા પદ્ધતિની સાથે, તેમણે ગુરુ પરંપરા બંધ કરાવી અને ગ્રંથ સાહેબને ગુરુસ્થાને બેસાડયા.
ગુરુ નાનક પછી આ બધા શીખગુરુઓએ શીખ ધર્મને ટકાવી રાખવા માટે તનતોડ પ્રયત્ન કર્યા. ધર્મકાર્યોની સાથે સાથે તેમણે વાવ, કૂવા, સરોવર અને ધર્મશાળાઓ બંધાવી માનવકલ્યાણનાં અનેક કાર્યો કર્યા. ગુજરાતમાં શીખ ધર્મને પ્રસાર
ગુજરાતમાં શીખપ્રજા કઈ એક ઠેકાણે સમૂહમાં વસતી નથી. તેઓ ધંધાર્થે છૂટાછવાયા વસતા હેવાથી શીખ ધર્મનાં કે કેન્દ્રો ગુજરાતમાં અસ્તિત્વમાં નથી. અમદાવાદ, વડોદરા વગેરે સ્થળોએ તેમનાં ગુરુદ્વારે આવેલાં છે. અમદાવાદમાં શીખેનાં ત્રણ મુખ્ય ગુરુદ્વારો (૧) સરસપુર, (૨) મણિનગર અને (૩) દૂધેશ્વર રોડ પર આવેલાં છે. તેમાં સરસપુરવાળું ગુરુદ્વાર પ્રેમસભા અકાલીદળ, મણિનગરનું ગુરુદ્વાર ગુરુનાનક દરબાર અને દૂધેશ્વર રોડ પરનું ગુરુદ્વાર ગુરુદ્વારાસીંગ સભાના નામે ઓળખાય છે. મણિનગર અને સરસપુરનાં ગુરુદ્વારામાં કેટલાક લેખ જોવા મળે છે. તેમાંથી આ ગુરુદ્વારની શિલારોપણ વિધિ તથા પાલખીના સુશોભન અંગેની માહિતી મળે છે.
* સરસપુર બાલાપીર વિસ્તારમાં આવેલા પ્રેમસભા અકાલી દ્વારા પ્રવેશદ્વારની જમણી બાજુએ બહારની દીવાલ ઉપર વિ. સં. ૨૦૨૭(ઈ.સ ૧૯૭૦)ની સાલને લેખ જોવા મળે છે. લેખની ભાષા દ્વિભાષી છે. ઉપરનું લખાણ અંગ્રેજીમાં અને નીચેનું લખાણ ગુજરાતીમાં છે. લેખની શરૂઆત આશીર્વાદથી શરૂ કરેલ છે. પંક્તિઓની બને બાજુએ શીખ ધર્મનું મંગલ ચિહ્ન છે. લેખને અંતે “પ્રેમસભા અકાલીદલ ગુરુદ્વાર” નામ તેના અધ્યક્ષના નામ તથા હોદ્દો સાથે લખેલ છે.