Book Title: Gujaratna Dharm Sampraday
Author(s): Navinchandra A Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 177
________________ ૧૬૮ ગુજરાતના ધર્મ સંપ્રદાય આ કેમનું એક કબ્રસ્તાન આવેલું છે. હાલમાં એ વિસ્તારમાં નવું ડીસા વસેલું છે. ત્યાં જૂની કબર ઉપર ઈ.સ. ૧૮૮૬ની સાલ વંચાય છે. રાજકોટ અને ભૂજમાં પણ યદી કબ્રસ્તાને છે. આમ, ઓગણીસમી સદી દરમ્યાન ગુજરાતમાં જુદે જુદે ઠેકાણે યદી કોમ પથરાયેલી હતી. ગુજરાતમાં વર્ષમાં યહૂદી કુટુંબનું વડુમથક અમદાવાદ છે. ઈ.સ. ૧૮૪૮માં અહીં માત્ર ચાલીસ કુટુંબ વસતાં હતાં. તેમાંના એક ડો. અબ્રાહામાં બેન્જામીન એરુણકર સિવિલ હોસ્પિટલના સર્જન હતા. આ કુટુંબમાં સંગઠનની પ્રેરણા ડે.એરુલકરે જગાવી. તેઓ હિબ્રુ ભાષાના નિષ્ણાત હતા. પોતે ધર્મનિષ્ઠ હતા. તેમણે પોતાના મકાનમાં પ્રાર્થના ખંડ શરૂ કરેલ. અહીં સેમ્બાથ અને તરાહના દિવસોએ સમૂહ પ્રાર્થના થતી. તેમણે અમદાવાદમાં જમીન ખરીદી હતી. બીજાએને પણ જમીન ખરીદવા પ્રેર્યા હતા. બીજા એક યહૂદી સજજન ડે. જોસેફ સોલેમન દાંડેકર અમદાવાદની ગાંડાની હોસ્પિટલમાં ઈ. સ. ૧૮૬૬માં નિમાયા હતા. અમદાવાદમાં ઈ. સ. ૧૯૧૧માં યહૂદીઓની વસ્તી ૩૦૬ પુરુષો અને ૨૭૬ સ્ત્રીઓ હતી. અમદાવાદ શહેરની અંદર ખમાસા ચંકી પાસે ઈ. સ. ૧૯૩૮માં એક સીનેગોગ બાંધવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાલયનું નામે માગેન અબ્રાહામ રાખેલ છે. સેનેગેગમાં સ્તંભ વિનાને વિશાળ ખંડ છે. બાજુમાં કોઠાર છે. ગુજરાતમાં યહુદીઓની સંખ્યા ઈ.સ. ૧૯૪૮માં લગભગ ૮૦૦ સુધી પહોંચી હતી. પણ હવે ઘણા યહૂદીઓ નવોદિત ઈઝરાયેલ દેશમાં જઈ વસ્યા હોવાથી તેમની અહીંની સંખ્યા ઘટીને લગભગ ૨૫૦ જેટલી થઈ છે. યહૂદીઓની ધર્મભાવના : યહૂદીઓ લગભગ બે હજાર વર્ષથી ભારતમાં જુદા જુદા પ્રદેશમાં વસતા હઈ તેમના આચારવિચાર ઉપર પ્રાદેશિક અસર વર્તાય છે. અહીંના યહૂદીકુટુંબોમાં છોકરા છોકરીના વિવાહમાં કેઇ મધ્યસ્થી હોય છે. છોકરાનો બાપ હેકરીના બાપ પાસે પ્રસ્તાવ લઈને જાય છે. બંને પક્ષે સંમત થતાં ગળ્યું મેટું કરાવીને વીંટીની અદલાબદલી થાય છે. લગ્ન સિનેગૉગમાં થાય છે. આ વખતે કરાર થાય છે. શરબત અપાય છે. વર-વધૂ અડધે અડધે હાલે શરબત પીએ છે. પછી પ્યાલાને રૂમાલમાં મૂકીને ફોડી નાખે છે. આ વખતે જુના કરારમાંથી ધાર્મિક વાંચન થાય છે. મંગલસૂત્ર ભેટ અપાય છે. મંગલસૂત્રને હર્ઝમીન” (ધર્મગુરુ) પ્યાલામાં મૂકી તેના પર ધાર્મિકવિધિ કરે છે. લગ્ન પછી પવિત્ર રાહ ગ્રંથના દર્શન કરાવવામાં આવે છે. પછી વરકન્યા ઘેર જાય છે.

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200