Book Title: Gujaratna Dharm Sampraday
Author(s): Navinchandra A Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 180
________________ ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મ પછી સેમેટિક પ્રજાને બીજે નોંધપાત્ર ધર્મ, તે ખ્રિસ્તી ધર્મ છે. આ ધર્મના મુખ્ય પ્રચારક ઈશુ ખ્રિસ્ત કહેવાય છે. ઇશુ પોતે યહૂદી હોવા છતાં એમણે માનવજાતના કલ્યાણ માટે પ્રયત્ન કર્યા. નવી વચિારસરણ પ્રગટાવી. ઈસુના જન્મ વખતે પેલેસ્ટાઈનમાં ચારે બાજુ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા ફેલાયેલી હતી. ધર્મગુરુઓ પ્રજાની અજ્ઞાનતાને લાભ લેતા હતા. ઈસુને જન્મ બેહેમ. પરગણામાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમના જન્મ વિષેની અનેક દંતકથાઓ સમાજમાં પ્રચલિત છે. તેમણે વનમાં ચાલીસ દિવસ સુધી ચિંતન કરી “માર” નામના શેતાન ૫ર વિજય મેળવ્યો હતો. તેમણે પોતાને ઉપદેશ સાદી અને સરળ ભાષામાં આપ્યો હતો. ધીરે ધીરે તેમણે બાર શિષ્યોનું મંડળ. સ્થાપ્યું હતું. તેમના ઉપદેશથી યહૂદી ધર્મગુરુઓ ઘણા ગુસ્સે થયા હતા. આના પરિણામે સૂબા મારફતે ઈસુને અનેક પ્રકારને ત્રાસ આપવામાં આવ્યો હતો. છેવટે તેમને વધસ્તંભ ઉપર ચઢાવવામાં આવ્યા હતા. ઇસુનું આ બલિદાન. નિષ્ફળ ગયું ન હતું. જે કાર્ય તેઓ પોતાના જીવન દરમિયાન ન કરી શક્યા તે તેમના મૃત્યુ બાદ થયું. ઇસુના મૃત્યુ પછી ખ્રિસ્તી ધર્મને (ખાસ કરીને યુરોપમાં). વ્યાપક પ્રમાણમાં ફેલા થયો. ઈસુને ઉપદેશઃ ઇસુને ઉપદેશ ગિરિપ્રવચનના નામે ઓળખાય છે. તેમના ઉપદેશનો મુખ્ય. સાર આ પ્રમાણે હતો. ઈશ્વર મનુષ્ય માત્રને પ્રેમાળ પિતા છે. બધા મનુષ્યો એક જ પિતાનાં સંતાન છે. ગરીબ, દુઃખી, દયાળુ અને પવિત્ર મનવાળા ધર્મરાજ્યના અધિકારી છે. ધર્મ માટે ગમે તે કષ્ટ સહન કરવું પડે તો પાછી પાની કરવી. નહિ. પૈસાથી સાચી શાંતિ મળતી નથી. સંતો સમાજના પ્રાણ છે. ઈશ્વરના નિયમોનું પાલન, ચારિત્ર્યના નિયમોનું પાલન તથા અહિંસાનું આચરણ કરનાર.

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200