Book Title: Gujaratna Dharm Sampraday
Author(s): Navinchandra A Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 172
________________ શીખ ધર્મ ૧૬૩ તેમના ગુણોથી પ્રભાવિત થયા હતા. તેમની વાણી ગ્રંથ સાહેબના ચોથા મહેલ્લામાં સચવાયેલી છે. આ ગુરુએ ગાદીને વારસો શિષ્યને બદલે પુત્રને આપવાનું શરૂ કર્યું; આ તેમની ભયંકર ભૂલ હતી. શીખ ધર્મની પડતીનાં આનાથી બી વિવાયાં. ગુરુ અજુનદેવ શીખ ધર્મના ઇતિહાસમાં પાંચમા ગુરુ તરીકે પ્રખ્યાત થયેલા છે. અમૃતસરમાં હરિ મંદિર બંધાવવાનું કાર્ય તેમણે પૂરું કર્યું. આ મંદિર આજે સુવર્ણમંદિર તરીકે ઓળખાય છે. તેમનું બીજું નેધપત્ર કાર્ય ગુંથસાહેબનું સંપાદન છે. તેમણે પોતાની આગળ થઈ ગયેલા ગુરુની વાણીને ગ્રંથસ્થ કરવા પ્રત્યન કર્યો. તેમની વાણી ગ્રંથ સાહેબના પાંચમા મહોલ્લામાં સંગ્રહવામાં આવી છે અને સુખમનીના નામે પ્રખ્યાત છે. ગુરુ અજુનદેવ પછી તેમના પુત્ર હરગોવિંદ ગાદીએ બેઠા. તે છઠ્ઠા ગુરુ તરીકે ઓળખાય છે. હરગોવિદે શીખોને હથિયાર ધારણ કરવાની પ્રેરણું આપી. ભક્તિજ્ઞાન અને વૈરાગ્યની સાથે શૌર્યને ઉપદેશ આપ્યો. મુઘલ બાદશાહ જહાંગીર સામે ટક્કર લીધી. શીખોની એકતા સાધવા તેમણે સક્રિય પ્રયત્નો શરૂ કર્યા. શીખોને હથિયાર ધારણ કરવાનો આદેશ આપ્યો. તેમની વાણું ગ્રંથસાહેબના છઠ્ઠા મહોલ્લામાં ગોઠવવામાં આવી છે. સાતમા ગુરુ હરરાય બાળપણથી જ સંત હતા. તેમણે ઔરંગઝેબ સામે ૧૬ વર્ષ સુધી ટક્કર લીધી અને શીખ ધર્મને પ્રચાર કર્યો. કહેવાય છે કે શાહજહાંને પુત્ર “દારા” આ ગુરુને પરમ ભક્ત હતો. તેમની વાણુ ગ્રંથ સાહેબના સાતમા મહેલામાં સચવાયેલ છે. હરરાય પછી શીખ પરંપરામાં આઠમાં ગુરુ તરીકે હરિકૃષ્ણ આવે છે. તેમને પણ અગાઉના ગુરુઓની પરંપરા ટકાવી રાખી અને ભજન દ્વારા ધર્મના મહિમા વધાર્યો. તેમની વાણું ગ્રંથસાહેબના આઠમા મહેલામાં સચવાયેલ છે. નવમા ગુરુ તેગબહાદૂર શી ખ પરંપરામાં નામાંકિત વિભૂતિ મનાય છે. શાંતિ અને વૈરાગ્યની તેઓ જીવંત પ્રતિમા હતા. માનવકલ્યાણ માટે તેમણે અનેક કુવાઓ અને સરોવર બંધાવ્યાં હતાં. છેક આસામ સુધી યાત્રા કરીને તેમણે શીખ ધર્મનો પ્રચાર કર્યો હતો. મુઘલ બાદશાહ ઔરંગઝેબે ધર્માન્તર કરાવવા આ ગુરુ પર ઘણા અત્યાચાર કર્યા, પણ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થયા નહિ અને ધર્મની વેદી ઉપર જ પોતાની જાતનું બલિદાન આપી દીધું. તેમને ઉપદેશ ગ્રંથ સાહેબના નવમા મહોલ્લામાં સચવાયેલું છે.

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200