Book Title: Gujaratna Dharm Sampraday
Author(s): Navinchandra A Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 165
________________ ગુજરાતના ધર્મ સંપ્રદાય ચોરસ, વચમાં અષ્ટકોણ અને ઉપર ગેળ છે. એને મુખ્ય ભાગ થાંભલાઓની ચાર હારોને બને છે. મહેરાબવાળી પશ્ચિમની દીવાલ ઊભી છે. બીજી મસિજદો : આ ઉપરાંત ધોળકામાં હિલાલખાન કાજીની મસ્જિદ, જૂની જામે મસ્જિદ, માંગરોળની સામે મસિજદ છે. મસ્જિદે રહેમાન અને રાવની મસિજદ, સિંકદર સૈયદની દરગાહ, ભદ્રેશ્વરની ખીમલી મસ્જિદ વગેરે ધર્મસ્થાને ગુજ. રાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના પૂર્વે બંધાયેલાં હોવાનું મનાય છે. આ સર્વ ઇસ્લામી ઇમારતોમાં ઈસ્લામી સ્થાપત્યનાં મૂળભૂત લક્ષણો અ૫પ્રમાણમાં હતાં. આ ઇમારતો કેવળ ધર્મપ્રચાર અર્થે જ બનાવવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાય છે. ઈ.સ. ૧૩૦૪માં ગુજરાતમાં મુસ્લિમ સતનતની સ્થાપના થતાં મજિદ અને રજાનું સ્વરૂપ બદલાવા માંડયું છે. ધીરે ધીરે કલાત્મક મજિદનું સર્જન થવા લાગ્યું. મુસ્લિમ સંતો, ઓલિયાઓ અને નામાંકિત વ્યક્તિઓની કબર ઉપર મકબરા કે દરગાહે બંધાવા લાગી. આમાં મૂળ કબર જમીનમાં હોય છે. જ્યારે એની ઉપરના ખંડમાં નકલી કબર હોય છે. આ સમયે મુસલમાનોની વસ્તી વધતાં ઈસ્લામી બાંધકામોની સંખ્યા વધવા લાગી. ઘણાં ધર્મસ્થાને હિંદુમંદિરના કાટમાળમાંથી બંધાવવામાં આવ્યાં હતાં. સલ્તનતકાલીન ઇસ્લામી સ્મારક : ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થપાતાં વિવિધ પ્રકારનાં ઈસ્લામી સ્મારક રચાયાં. તે સર્વમાં– (૧) ભરૂચની જામે મસ્જિદ, (૨) ખંભાતની જામી મસ્જિદ (ઈ.સ.૧૩૨૫), ધોળકાની મરિજદ, અમદાવાદમાં અહમદશાહની મસ્જિદ, હેબતખાનની મસ્જિદ, જામે મજિદ, સૈયદ આલમની મસિજદ, અહમદશાહને રોજે, રાણીને “હજીરે, કુતુબુદીનની મસ્જિદ, મલેકશાબાનને રોજો, બીબીજીકી મસ્જિદ, સરખેજને રોજ, રૂપમતીની મસ્જિદ, ચાંપાનેરની મસ્જિદ (ચિત્ર નં. ૧૯) ‘દરિયાખાનનો રોજો, શાહઆલમને રોજે, બાઈહરીરની મસ્જિદ અને રેજે, રાણીસિપ્રીની મસ્જિદ, જૂનાગઢમાં ઉપરકોટની મસ્જિદ, વેરાવળમાં માંડવી જકાત પાસેની મજિદ વગેરે સ્થાપત્યની દષ્ટિએ નોંધપાત્ર છે. મુઘલકાલીન ઈસ્લામી સ્મારકો : મુઘલકાલ દરમ્યાન મુસ્લિમ આક્રમણ ઓછાં થતાં હિંદુ મંદિર તોડીને

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200