________________
ગુજરાતના ધર્મ સંપ્રદાય તેમના “મહેદી” હેવાના દાવા વિશે “મિરાતે અહમદી'માં જણાવ્યું છે કે તેમણે પોતે ઇમામ મહેંદી હોવાનો દાવો કર્યો ન હતો. પરંતુ તેમના ચમત્કારોથી તેમના મુરીદેએ પિતાની મેળે તેમને ઇમામ મહેંદી માની લીધા હતા. ઈ. સ. ૧૫૦૩ના એપ્રિલની ૨૩મી તારીખે તેમનું મૃત્યુ થયું.
સલ્તનતકાલ દરમ્યાન તેમનાં અનુયાયીઓ ગુજરાતમાં શાંતિથી રહેતા, અને વિના હરકતે તેમને ધર્મ ખુલ્લી રીતે પાળતા. ધીરે ધીરે છેલ્લે મુઝફફરશાહ ૩ જો સૂબો ઈતિદખાન બીજો, અમીરે, શેરખાન, પટ્ટણી, મુસાખાન, ફૂલાદી અને પાલનપુરના નવાબો વગેરે સર્વ આ પંથના અનુયાયી બન્યા હતા.
ઈ. સ. ૧૬૪૫માં મુઘલ શાહજાદે ઔરંગઝેબ અમદાવાદને સૂબે બજે ત્યારે ફરીથી આ કેમની પજવણી શરૂ થઈ ગઈ. ઈમામ મહેંદી જાહેર થયા હતા અને ચાલ્યા ગયા હતા એમ કહેવા માટે તે વખતે તેમનામાંના કેટલાકની કતલ કરવામાં આવી.
અમદાવાદ શહેર બહાર ઉત્તરે આવેલ “ગુલાબબાગ” પાસેના યુદ્ધમાં મહદેવી આગેવાન પાલનપુરના સૈયદ રાજુ અને તેમના કલાક અનુયાયીઓની ઔરંગઝેબના હુકમથી કતલ કરવામાં આવી હતી. સૈયદ રાજુ અને તેમની સાથે શહીદ થયેલા તેમના અનુયાયીઓની કબરે હજુપણુ શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. તે કબરે એક કિલ્લામાં આંતરી લેવામાં આવી છે. તેની દેખરેખ પાલનપુરના નવાબ તરફથી રાખવામાં આવે છે.
ઉત્તર ગુજરાતમાં આ પંથના ઘણા અનુયાયીઓ છે. પાલનપુરના મહેદવીઓ પિતાને સૈયદે અને પીરઝાદા કહેવડાવે છે. પાલનપુરની આજુબાજુના ગામડામાં રહેનાર મુરીદોમાંથી જે કોઈ મરી જાય તે, સૌથી પહેલાં મૈયતને પીરઝાદાના મકાને લાવવામાં આવે છે. અહીં કેટલીક ગુપ્ત વિધિઓ શરૂ થાય છે. પછી મૈયત (શબને દફન માટે લઈ જવામાં આવે છે.
મહેદવીઓની માન્યતા મુજબ સૈયદ મહમ્મદ જોનપુરી ઈમામ મહેંદી હતા. તેઓ રાતની ઈશાની નમાઝ પછી આ દુઆ પઢે છે. “લા ઈલાહા ઈલલ્લાહ મોહમ્મદ રસૂલલ્લાહ અલ કુરઆને વંલ મહેદી ઇમામૌના” ઘણી વખત મહેદવીઓ નમાઝ પઢી રહ્યા પછી હાથ ઉઠાવી દુઆ માગતા નથી.
તેઓ માત્ર તેમને વર્ગમાં જ લગ્ન વહેવાર રાખે છે. તેમને કેાઈ જમાત પટેલ હોય છે. તેઓ દાયરા બનાવે છે. પ્રત્યેક દાયરાના પોતાના નિયમો હોય છે.