________________
૧૧૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય ધંધુકામાં થયે હતો. તેમની માતાનું નામ ચાહિણી (અથવા પાહિણી) અને પિતાનું નામ ચાચ હતું. તેમનું જન્મ નામ ચાંગ હતું. તેમણે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષા વખતે તેમનું નામ સેમચંદ્ર રાખવામાં આવ્યું, પણ તેમને નાની ઉંમરે સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથને ઉત્તમ અને ઊંડો અભ્યાસ કરતાં તેમના જ્ઞાનથી પ્રભાવિત થઈ દેવચંદ્ર સૂરિએ તેમને આચાર્યપદે સ્થાપી તેમનું નામ હેમચંદ્રાચાર્ય રાખ્યું.
સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી તેમણે “સિદ્ધહેમ” નામનું ઉત્તમ વ્યાકરણ રચ્યું હતું. આ ઉપરાંત તેમણે “અનેકાર્થસંગ્રહ”, “અભિધાન ચિંતામણિ”, “દેશીનામમાલા”, દ્વયાશ્રય”, “લિંગાનું શાસન”, “છંદાનુશાસન'', “કાવ્યાનુશાસન', ત્રિષષ્ટિ સલાકાપુરુષચરિત્ર” વગેરે ઉત્તમ ગ્રંથે રહ્યા છે.
કુમારપાલને ગાદી મેળવવામાં હેમચંદ્રાચાર્યે ઘણું જ મદદ કરી હતી. તેઓ પ્રખર જ્યોતિષી હતા. કુમારપાલ:
ચૌલુક્ય રાજવી કુમારપાલે જૈનધર્મને વિકસાવવામાં અગત્યને ભાગ ભજવ્ય હતા. પોતે હેમચંદ્રાચાર્યની મદદથી ચૌલુક્ય રાજવી બન્યો હોવાથી તેને જૈનધર્મ પ્રત્યે અનુરાગ પ્રગટ હતો. તેણે જૈનધર્મને રાજ્યાશ્રય આપી ગુજરાતમાં અનેક જૈનમંદિર બંધાવ્યાં. તેણે હેમચંદ્રાચાર્યના શિષ્ય મંડળને સાહિત્યની ઉપાસનામાં ખૂબ પ્રેરણું આપી. પોતાના રાજ્યમાં અમારિ (અહિંસા) ઘેષણ પ્રવર્તાવી. તેણે પોતાના અમલ દરમ્યાન જૈન અને શૈવ બંને ધર્મના દેવાલયોને છૂટે હાથે દાન આપ્યું હતું. વસ્તુપાલ:
વસ્તુપાલ કવિ તથા સાહિત્યકારને આશ્રયદાતા હતો. તેણે જૈનધર્મને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
તેને જન્મ પાટણના એક પ્રાગ્વાટ કુટુંબમાં થયો હતો, તેની માતાનું નામ કુમારદેવી તથા પિતાનું નામ અશ્વરાજ હતું. તેણે યુવાવસ્થામાં ધોળકાના રાણું વરધવલના મંત્રી તરીકે ઉત્તમ કામગીરી બજાવી હતી. તે પોતે કવિઓને આશ્રયદાતા હતા. તેણે પોતે આદિનાથ, નેમિનાથ, અંબિકા વગેરેને લગતાં સ્તોત્રો રચ્યાં હતાં. પોતાના અમલ દરમ્યાન વર્ધમાન, તળાજા, સોમનાથ, મહુવા, ગિરનાર, આબુ, અંબાજી, ખંભાત, શત્રુંજય, પાટણ, દર્ભાવતી વગેરે અનેક ઠેકાણે જૈન