________________
૧૨૦
ગુજરાતના ધર્મ સંપ્રદાય બાદશાહ ઘણો જ ખુશ થયા. કેટલાક સમય ત્યાં રહી આગ્રામાં જઈ ચોમાસું ગાળ્યું.
બાદશાહ અકબરે તેમના પર ખુશ થઈ તેમના આદેશ પ્રમાણે કેદીઓને છોડી મૂક્યા; પાંજરામાં પૂરેલા પક્ષીઓને છોડી મૂક્યાં અને પર્યુષણના આઠ દિવસ દરમ્યાન હિંસા બંધ કરાવી. આ પછી બાદશાહે પોતાની જાતે બીજા ચાર દિવસ ઉમેરી બાર દિવસ સમગ્ર રાજ્યમાં અમારિવૃત્ત (અહિંસા) જાહેર કર્યું, આ માટે તેણે પોતાની સહી અને મહેરવાળાં છ ફરમાન લખી આપ્યાં. હીરવિજયચરિને જગદ્ગુરુ'નું બિરૂદ આપ્યું. આ પછી બાદશાહે તેમની પ્રેરણાથી જજિયાવેરે સ્વેચ્છાએ દૂર કર્યો. ત્યાર બાદ બાદશાહે હીરવિજ્યના ઉપદેશથી રવિવાર, ઈદને તહેવાર, મહોરમ મહિને વગેરે ઘણું દિવસો ઉમેરી બધા મળી એક વર્ષમાં છ માસ છ દિવસોએ કઈ જીવની હિંસા કેઈપણ ન કરે એવો હુકમ કાઢયો.
હીરવિજયસૂરિ સાથે ભાનુચંદ્ર અને વિજયસેનસૂરિએ બાદશાહ અકબરને પ્રભાવિત કરી ગુજરાતમાં જીવહિંસા થતી અટકાવી હતી. શેઠ શાંતિદાસ ઝવેરી
- અમદાવાદના નગરશેઠ કુટુંબના મુખ્ય પુરુષ શેઠ શાંતિદાસ હતા. તેઓ ઓસવાળ જ્ઞાતિના હતા. અનુશ્રુતિ પ્રમાણે શેઠ શાંતિદાસને સૂરતમાં મંત્ર સિદ્ધિ થઈ હતી. તેઓ બાદશાહ અકબરના કુટુંબ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા.
શાંતિદાસ એક ધાર્મિક સજ્જન હતા અને સાહસિક વેપારી પણ હતા. તેમને મુખ્ય વેપાર ઝવેરાતને હતો. તેમણે અમદાવાદમાં સરસપુરમાં ચિંતામણિ પ્રાર્થનાથનું એક મંદિર બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગઝેબે તેને અપવિત્ર કરી મસ્જિદમાં ફેરવી નાખ્યું. શાંતિદાસે બાદશાહ શાહજહાંને ફરિયાદ કરતાં શાહજહાંએ કેઈની મિલકત છીનવી લઈ તેમાં મજિદ ન થાય એમ જણાવી તેમને થયેલ નુકસાન ભરપાઈ કરીને મંદિર પાછું સંપાવ્યું હતું. આ મંદિર તેમણે પિતાના કુટુંબના શ્રેયાર્થે બંધાવ્યું હતું. આ મંદિરની મુખ્ય પ્રતિમાને ભેંયરા વાટે ગુપ્ત માર્ગે ઝવેરીવાડમાં ખસેડી લેવામાં આવી હતી.
બાદશાહ શાહજહાંએ ઈ. સ. ૧૬૨માં ફરમાન દ્વારા ચિંતામણિ પાર્થ. નાથ, શત્રુંજય, શંખેશ્વરજી, કેસરીયાજીનાં મંદિરો તેમજ અમદાવાદ, ખંભાત, સૂરત, રાધનપુરના કેટલાક ઉપાશ્રયે શેઠ શાંતિદાસની માલિકીના હોવાનું જણાવી રાજ્ય તરફથી તેનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ઈ. સ. ૧૬૫૬માં બીજ એક ફરમાન દ્વારા શત્રુંજય, પાલીતાણાનાં મંદિરને વહીવટ શાંતિદાસને