________________
૧૩૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય નવસારીમાં આ સમયે જે મૂળ પારસીઓ વસતા હતા તે ભાગરિયા કે ભાગલિયા કહેવાતા. કેમ કે તેઓ પોતાની કમાન ભાગ વહેંચી લેતા હતા. ધાર્મિક વિધિ કરાવવાના હકની બાબતમાં નવસારીના ભાગલિયા અને સંજાણના મોબેદો વચ્ચે ઘણીવાર ઝઘડા થતા. આ ઝઘડાએ ભયંકર સ્વરૂપ લીધું.
ઈ. સ. ૧૫૭૩માં નવસારીનાં પારસી વડા દસ્તૂર મહેરજી રાણાની અકબર સાથે મુલાકાત થઈ. અકબર તેમની સાથેની ધર્મચર્ચાથી પ્રભાવિત થશે. તેમને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું. ધીરે ધીરે અકબર ઉપર પારસી ધર્મગુરુઓને પ્રભાવ વધતો ગયે. પારસી પ્રતિનિધિઓને મંડળો પાસેથી જરથોસ્તી ધર્મના સિદ્ધાંતો સમજી અકબરે ઈરાની પંચાંગ પ્રમાણે પોતાને “ઈલાહી' સંવત ગોઠવ્ય. જરથોસ્તી ધર્મના તહેવારો અને ઉત્સવ સમગ્ર રાજ્યમાં ઊજવવાની જાહેરાત કરી. દસ્તુર કુટુંબના નિભાવ અર્થે અકબરે નવસારીના પારોલ પરગણુમાં ૨૦૦ વીઘા જમીન ભેટ આપી. આ દસ્તૂરના અવસાન બાદ તેના કુટુંબના નિભાવ અર્થે તેના પુત્ર કેકાબાદને બીજી ૧૦૦ વીઘા જમીન ભેટ આપવામાં આવી. આ ફરમાન અકબરે અનુક્રમે ઈ. સ. ૧૫૯૦ અને ૧૬૦૩માં કર્યા હતાં. બાદશાહ જહાંગીરે પણ ઈ. સ. ૧૬૧૮માં નવસારીના દસ્તૂરાને ભૂમિદાન કરેલું. બાદશાહ જહાંગીર જ્યારે અમદાવાદ આવ્યું ત્યારે, નવસારીના ધર્મગુરુઓ તેમને અમદાવાદમાં મળવા આવ્યા હતા. તેમના તરફથી ભેટ આપેલ જઈનાં અત્તરની ચાર બાટલીઓથી બાદશાહ જહાંગીર ઘણો જ ખુશ થયા. દસ્તૂરોને ૧૦૦ રૂપિયા રોકડા અને ૧૦૦ વીઘાં જમીનનું દાન આપવામાં આવ્યું.
ઔરંગઝેબના સમયમાં પારસીઓ ઉપર જજિયાવેરો નાખવામાં આવ્યું હતે. પણ સૂરતના દાનવીર પારસી રુસ્તમ માણેકની વિનંતીથી ઈ. સ. ૧૬૬૦ માં બાદશાહે આ વેરે રદ કર્યો હતો. સમય જતાં નવસારીના ભાંગરિયા અને સંજાણુના મોબેદે વચ્ચે ઝગડે વધતાં ગાયકવાડ સરકારના હુકમથી ઈ. સ. ૧૭૪૧માં આતશ બહેરામને નવસારીથી વલસાડ લઈ જવામાં આવ્યું. આ પછી નવસારીને ઝગડો શાંત થયો.
સમય જતાં પારસીઓ ધંધાર્થે સૂરતમાં વસવા લાગ્યા. અહીં તેઓએ જુદા જુદા ધંધાઓ વિકસાવ્યા. ઈ. સ. ૧૭૩૩માં પીંઢારાઓના ત્રાસને લીધે પવિત્ર આતશને નવસારીથી સૂરત લઈ જવામાં આવ્યા હતા. પણ તરત પાછો નવસારી લાવવામાં આવ્યો હતો. આ પછી આ પવિત્ર આતશને ઈ. સ. ૧૭૪૧માં વલસાડ લાવવામાં આવે, પણ રાજકીય અંધાધૂધીને કારણે ઈ. સ. ૧૭૪૨ના ઓકટોબરની ૨૮મી તારીખે આ આતશને વલસાડથી ઉદવાડા લઈ