________________
૯૨
ગુજરાતના ધર્મ સંપ્રદાય આઠ જુદા જુદા દેવ હોય છે. તેમનાં નામ ઈન્દ્ર, અગ્નિ, યમ, નિઋતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન છે. ઘણું મંદિરમાં મંડોવરમાં જટામાં ચાર દિશાઓમાં ઈન્દ્ર, યમ, વરુણ અને કુબેર એ ચાર દિકપાલોની પ્રતિમાઓ મુકાય છે. ચાર દિશાઓ(ખૂણાઓ)માં ઈશાન, અમિ, નૈઋતિ અને વાયુ એમ ચાર દેવની મૂર્તિઓ મુકાય છે.
ગુજરાતમાં દિકપાલની પ્રતિમાઓ વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરમાંથી, શામળાજીના દેવગદાધરના મંદિરમાંથી, આબુના વસિષ્ઠાશ્રમના મંદિરમાંથી તેમ જ સૂણક, સડેર, ઠાસરા વગેરે સ્થળોના મંદિરમાંથી મળી આવે છે. કેટલીક વાર દિકપાલ સાથે તેની પત્ની દિપાલિકાની પ્રતિમા પણ કંડારાય છે. સાબરકાંઠા જિલ્લામાં માલપુર પાસે કલેશરી નામે ઓળખાતા સ્થળેથી મળતા અવશેષોમાં દિકપાલ ઈન્દ્રની એક દિભુજ પ્રતિમા મળી આવેલ છે. (૮) નાગપૂજા :
વેદકાલમાં શિવની સાથે નાગપૂજા જોડાયેલ હતી. પુરાણાના સમયમાં તેનું સ્વરૂપ બદલાવા લાગ્યું. તેને પૂર્વ સાથે તેમ જ ખજાનાના રક્ષક તરીકે પૂજવામાં આવે છે. ગુજરાતમાં ઘણું પ્રાચીનકાળથી નાગપૂજા પ્રચલિત છે. તેમ છતાં તેમાં કોઈ સ્વતંત્ર મંદિર કે સંપ્રદાય અસ્તિત્વમાં નથી. સામાન્ય રીતે સમાજના દરેક વર્ણના લોકે નાગપૂજામાં માને છે. ઘણું કુટુંબોમાં શ્રાવણ સુદ ૫(નાગપાંચમ)ને દિવસે નાગની પૂજા થાય છે. ઘણા નાગપંચમીને દિવસે વ્રત કરી બાજરીની કુલેર વગેરે ખાય છે. નાગપંચમીને દિવસે ઘણા મદારીઓ નાગ લઈને ભાવિકજનોને દર્શન કરાવવા શેરીઓમાં ફરતા હોય છે. ગામડામાં ઘણું મકાનમાં નાગપૂજાના પ્રતીકરૂપે દીવાલો ઉપર નાગની આકૃતિઓ દોરેલી જોવા મળે છે. ઘણાં શિવમંદિરમાં શિવલિંગ ઉપર પિત્તળને કે ચાંદીને નાગ બનાવીને રાખવામાં આવે છે. તેની પૂજા થાય છે. વડોદરા જિલ્લાના માલસર પાસે એક પ્રાચીન નાગમંદિર આવેલું છે.
ખાસ કરીને ગુજરાતના સાબરકાંઠા, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી પ્રદેશમાં વસતા આદિવાસીઓમાં નાગપૂજા સવિશેષ જોવા મળે છે. (૯) શંખપૂજા :
ગુજરાતમાં હિંદુઓના દરેક મંદિરમાં શંખપૂજા, પૂજાના એક મહત્વના અંગ તરીકે પ્રયોજાય છે. દરેક બ્રાહ્મણના ઘરમાં પણ દેવપૂજામાં શંખ જેવા