________________
૧૧૪
ગુજરાતના ધમ સંપ્રદાય
વિદ્યાદેવીઓનાં શિલ્પ આવેલાં છે. સ્તંભ ઉપર સુંદર કોતરકામ કરવામાં આવેલ છે. મંદિરની હસ્તિશાલામાં તેજપાલનાં કુટુંબીજનોનાં શિલ્પ ગોખમાં પધરાવેલ છે. આ દરેક ગોખની આગળ એક હાથી મૂકેલ છે. આ હાથી પર તેજપાલના પૂર્વજો, તેજપાલ અને તેના વંશજેની પ્રતિમાઓ મૂકેલી હતી. એ હાલ મેજૂદ નથી. વચકા ખંડની વચ્ચે મેરુઘાટના ત્રણ માળના ચૌમુખજી છે.
ભદ્રેશ્વરનું જૈન મંદિર :
ભદ્રેશ્વરમાં વસઈનું એક જાણીતું જૈન મંદિર આવેલું છે. તેમાં અત્યાર સુધી અસંખ્ય ફેરફારો થતા આવ્યા છે. મંદિરના સ્થાપત્યને સૌથી નીચે ભાગ અત્યંત પુરાણું છે. વિ. સં. ૧૩૧૫ (ઈ. સ. ૧૨૫૯) અહીંના દાનવીર જગડુશાહે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવેલ.
અહીંનું ભદ્રેશ્વર-વસઈનું મંદિર વિશાળ મેદાનમાં ફરતા ત્રણ ગઢની વચ્ચે આવેલું છે. મંદિરની નજીક નાની મોટી સંખ્યાબંધ ધર્મશાળાઓ, ઉપાશ્રય અને પુસ્તકાલય આવેલું છે. મંદિરના પ્રવેશદ્વારો સુંદર કમાનોથી શેભે છે. મંદિરના ગર્ભગૃહમાં મહાવીર સ્વામીની પ્રતિમા પધરાવેલ છે. આ મંદિર રાણકપુરના મંદિર કરતાં કંઈક અંશે નાનું છે. તે આબુનાં જૈન મંદિરની કલાકૃતિને ખ્યાલ આપે છે. મંદિરના કેટલાક સ્તંભે સાદા છે, તે કેટલાક સુંદર કોતરણીવાળા છે. મંદિરમાં વચ્ચે મહાવીર સ્વામીની પ્રતિમા, જમણી બાજુએ અજિતનાથ અને ડાબી બાજુએ વિમલનાથની પ્રતિમા આવેલી છે. મંદિરના રંગમંડપના ઘુમ્મટમાં નમિનાથના લગ્નના વરઘોડાનું ચિત્ર, તેમજ દીક્ષા કલ્યાણકનું ચિત્ર આલેખેલ છે. મંદિરની આજુબાજુ પર (બાવન) દેવકુલિકાઓ આવેલી છે. આથી આ તીર્થ બાવન જિનાલયવાળું ગણાય છે. સમગ્ર મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવ્યું છે.
પ્રભાસનું પાર્શ્વનાથનું મંદિર :
પ્રભાસમાં જુમા મસ્જિદની ઉત્તરે પાર્શ્વનાથનું એક મંદિર આવેલું છે. તે મંદિર ખંડિ છે. એમાં સમરસ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, ગૂઢમંડપ અને શૃંગાર કી આવેલાં છે. અંદરની દીવાલમાં હારબંધ ગવાક્ષે આવેલા છે. આ દેવાલય ચોવીસી પ્રકારનું જૈનમંદિર હોવાનો સંભવ છે. ગૂઢમંડપને મધ્યભાગ બે મજલાને છે. ઉપરના ભાગમાં બેવડા ઘુમ્મટ છે. ગર્ભગૃહ ઉપર કરેટની રચના છે. મંદિર ચૌદમી સદીનું હોય તેમ જણ્ય છે.