________________
જેવા મંડલેશ્વરોએ આબુ પરનાં જિનાલયના નિર્વાહ અર્થે તથા તેને લગતા ઉત્સવની ઉજવણી અર્થે વ્યવસ્થા કરી હતી.
આ સમયે જૈન આચાર્યોની જીવનચર્યા ઉપર એકસાઈ રાખવા માટે (ચૈતય) ચૈત્યવાસી અને વસ્તીવાસી આચાર્યોની પરિષદ સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨)માં તેજપાલના પ્રમુખપદે મળી હતી.
આ સમયે જૈનધર્મની અસર ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તરી હતી. ગુજરાતમાં કુમારપાલના સમયથી પ્રાણીઓની હિંસા ધીરે ધીરે ઓછી થવા લાગી. આ કાર્યમાં જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યે ઘણો જ મહત્તવને ફાળો આપ્યા હતા. તેમણે જૈનધર્મને લગતાં ત્રિષષ્ઠિસલાકાપુરુષચરિત જેવા જૈનધર્મને લગતા કેટલાક ઉત્તમ ગ્રંથ રચ્યા.
મહામાત્ય વસ્તુપાલે અનેક જૈનકવિઓને આશ્રય આપી ઉત્તમ જૈન ગ્રંથે લખાવ્યા. વસ્તુપાલે પોતે આદિનાથ સ્તોત્ર, નેમિનાથ સ્તોત્ર, અંબિકા સ્તોત્ર વગેરે રચ્યાં. શત્રુંજયની યાત્રા વખતે પિતાને અંતઃકાલ પાસે જણાતાં વસ્તુપાલે પોતાનું અંતિમ કાવ્ય “આરાધના' રચ્યું. આ ઉપરાંત અમરચંદ્ર, જિનપ્રભ સૂરિ, ઉદયપ્રભસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, બાલચંદ્રસૂરિ, જયસિંહસૂરિ, માણેકચંદ્ર વગેરે જૈન કવિઓએ ઉત્તમ ગ્રંથ રચી જૈન ધર્મને વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ઈ. સ. ૧૩૦૪માં સોલંકી સત્તાને અંત આવતાં ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ. આ સમયે કેટલાંક હિંદુ તેમજ જૈન મંદિરોને નાશ થયો. મંદિરની જગ્યાએ મસ્જિદ બની. ચારે બાજુ રાજકીય અંધાધૂંધી અને હિંસાનું વાતાવરણ ફેલાયું. આવા વખતે પણ બુદ્ધિશાળી જૈન સમાજે પોતાના વેપાર સાથે જૈન મંદિર અને જૈન સાહિત્ય સાચવવા પુષ્કળ પ્રયત્ન કર્યા. વિ. સં. ૧૩૬૯(ઈ. સ. ૧૩૧૩)માં મુસ્લિમોએ જેનેના મહાતીર્થ શત્રે જય ઉપરના મુખ્ય મંદિરને નાશ કરી ત્યાંની આદિશ્વર પ્રતિમાને ખંડિત કરી. આ જ અરસામાં આબુ ઉપરના જૈન મંદિરે વિમલવસહિ અને લૂણવસહિને પણ મુસલમાને પુષ્કળ નુકસાન કર્યું. બે વર્ષ બાદ સમરાશાહે ગુજરાતના સૂબા અલપખાનની મંજૂરી લઈ શત્રુંજય તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. એ પછી મેવાડના કર્મશાહ બહાદુરશાહની મંજૂરી મેળવી. આ તીર્થમાં જીર્ણોદ્ધાર કરાવી તીર્થકરોની પ્રતિમાઓ સ્થાપી. વિ સં. ૧૩૭૮ (ઈ. સ. ૧૩૨૨)માં આબુ ઉપરનાં જૈન મંદિર વિમલવસહિ અને લૂણસહિને પુનરુદ્ધાર થયો.