________________
૧૦૮
ગુજરાતના ધર્મ સંપ્રદાય
આબુ :
ગુજરાત રાજસ્થાનની હદ પાસે આવેલો આબુ પર્વત હાલ રાજસ્થાનમાં મુકાય છે, પરંતુ ત્યાંનાં પ્રસિદ્ધ જિનાલયો ગુજરાતના શ્રાવકેએ બંધાવ્યાં છે.
આબુ પર દેલવાડામાં આવેલાં જૈન મંદિરે ગુજરાતની સ્થાપત્ય કલાની ઉત્તમ કૃતિઓ છે. આ મંદિરમાં એક ચાલુક્ય રાજવી ભીમદેવ ૧ લાના સમયમાં બારમી સદીમાં તેના ચંદ્રાવતીના દંડનાયક વિમલમંત્રીએ બંધાવ્યું હતું, અને બીજું લૂણવસતિ નામે ઓળખાતું નેમિનાથનું મંદિર ધોળકાના રાણું વરધવલના મંત્રી વસ્તુપાલના ભાઈ તેજપાલે પિતાના પુત્ર ભૂણિગની યાદમાં તેરમી સદીમાં બંધાવ્યું હતું. પ્રાચીનકાળમાં આ મંદિરને વહીવટ પિોરવાડ વણિકે પાસે હતા. આ મંદિરો અંદરથી ઉત્તમ કલાકારીગરીથી ભરપૂર હોવા છતાં બહારથી તદન સાદાં લાગે છે. મંદિરની આસપાસ યાત્રાળુઓ માટે કેટલીક ધર્મશાળાઓ આવેલી છે. અહીં દર વર્ષે હજારો લોકે યાત્રાએ આવે છે. તારંગા :
મહેસાણા જિલ્લામાં આવેલું તારંગા એક પ્રસિદ્ધ જૈન તીર્થ છે. અહીં અજિતનાથ ભગવાનનું સુંદર કલાત્મક વિશાળ મંદિર આવેલું છે. મંદિરની આસપાસ ૩૮ મીટરને વિશાળ ચોક છે. મંદિર લગભગ ૧૨૫ ફૂટ ઊંચું છે. નજીકમાં દિગંબર સાધુઓ માટેનું ઉત્તમ મંદિર આવેલું છે. મંદિરની દીવાલને સુંદર શિલ્પો થી શણગારવામાં આવેલી છે. શંખેશ્વરઃ
મહેસાણા જિલ્લામાં ચાણસ્મા નજીક આવેલું શંખેશ્વર નામનું તીર્થ જેનું નામાંકિત યાત્રાધામ છે. અહીંનું જૈન મંદિર ૧૬મી સદીનું હોવાને સંભવ છે. અહીં પાર્શ્વનાથનું પ્રાચીન મંદિર છે. પાટણ:
મહેસાણા જિલ્લામાં આવેલું પાટણ પ્રાચીનકાળમાં ચૌલુક્ય રાજવીઓની રાજધાની હતી. આ નગરીમાં જૈન સંપ્રદાયનાં અનેક ઉત્તમ કેટીનાં મંદિરે જેવાં કે પંચાસરા પાર્શ્વનાથ, વાડી પાર્શ્વનાથ, કુમારપાલનું મંદિર વગેરે આવેલાં છે. અહીં બધાં મળીને નાનાં મોટાં લગભગ બસો જૈન મંદિરો આવેલાં છે અહીં હેમચંદ્રાચાર્યના નામે ચાલતી સંસ્થા અને ગ્રંથભંડાર જોવાલાયક છે. જૈન ગ્રંથભંડારમાં ઘણું ઉત્તમ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથને સાચવવામાં આવ્યા છે.