________________
૬૦
ગુજરાતના ધર્મ સંપ્રદાય વર્ષે આવે છે. મંદિરને સભામંડપ અને ફરતી હવેલી છે. અહીં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલે છે (જુઓ. ચિ. નં. ૧૩) અટલાદરા:
વડોદરા જિલ્લામાં વડોદરા પાસે આવેલા અટલાદરા ગામમાં સ્વામિનારાયણ નું એક સુંદર મંદિર આવેલું છે. આ મંદિર સં. ૨૦૦૧ (ઈ.સ. ૧૯૪૫)માં બંધાયું. અહીં મંદિરમાં ગુણાતીતાનંદસ્વામી, ગોપાળાનંદ સ્વામી, લક્ષ્મીનારાયણ, હરિકૃષ્ણ મહારાજ વગેરેની પ્રતિમાઓ આવેલી છે. મંદિરને ફરતો પ્રદક્ષિણ માર્ગ છે. મંદિરમાં સુંદર આરસ જડેલા છે.
આ ઉપરાંત ગુજરાતમાં જૂનાગઢ, ધોલેરા, ગાંડલ (જુઓ ચિ. નં. ૧૨) ભાદરા, સાકરી, (સૂરત જિલ્લો), સુચી, વડોદરા, ભરૂચ, આણંદ, નડિયાદ, રાજકોટ, ભાવનગર, લોજ વગેરે શહેરોમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભવ્ય મંદિરો આવેલાં છે. આ ઉપરાંત ગુજરાત બહાર ભારતમાં મુંબઈ, કલકત્તા, છપૈયા વગેરે સ્થળે સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર બંધાવવામાં આવ્યાં છે. ધીરે ધીરે આ સંપ્રદાયનો ભારત બહાર અન્ય દેશમાં પ્રચાર થતાં, આફ્રિકામાં મોમ્બાસા, નૈરોબી, કનાન્ડન, દારેસલામ, યુરોપમાં લંડન, લેસ્ટર, આસ્ટન, વેલિંગ બૂરે તથા અમેરિકામાં ન્યૂયોર્ક વગેરે સ્થળોએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભવ્ય મંદિરો આવેલાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું વર્તમાન સ્વરૂપ
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રારંભના આચાર્યો પ્રતિભાશાળી અને સમર્થ હતા, તેમણે સમાજમાં ભક્તિ અને શ્રદ્ધા પ્રગટાવી, સદાચારની ભાવના વિકસાવી, પણ દરેક સંપ્રદાયમાં બને છે તેમ આ સંપ્રદાયમાં પણ શ્રીજી મહારાજ પછી અનુયાયીઓમાં ધાર્મિક ઝઘડાઓ શરૂ થયા. મહારાજે ગાદી માટે ઝગડવા લાગ્યા. જેમ બોદ્ધ ધર્મમાં બન્યું તેમ, તે ભારત બહાર વિકસ્યો, પણ ગુજરાતમાં ધીરે ધીરે નબળો પડવા લાગે. ઘણા નવા ફાંટાઓ અસ્તિ ત્વમાં આવ્યા. વડતાલની ગાડીમાંથી છૂટા પડી બોચાસણમાં સ્વામિનારાયણ સંપ્રદાયની એક શાખા શરૂ થઈ. અહીં વંશપરંપરાની ગાદીને બદલે વિદ્વાન અને યોગ્ય માણસને ગાદીપતિ બનાવવામાં આવે છે. આ શાખાએ ગુજરાત ઉપરાંત લંડન, આફ્રિકા, અમેરિકા સુધી સંપ્રદાયને વિસ્તારી ત્યાં વિશાળ મંદિરે બાંધ્યાં. અમદાવાદમાં શાહીબાગના રસ્તે એક ભવ્ય મંદિર બાંધ્યું. આધુનિક શિક્ષા પામેલા યુવાનને આ સંપ્રદાયમાં આકર્ષવા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે.