________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના
૭૯ આ સ્થાનની અધિષ્ઠાત્રી કાલિકાનું પૂજન ડશોપચારથી થાય છે. વંશ પરંપરાથી ભટ્ટજીના વંશજો તેનું પૂજન યજન કરે છે. દર વર્ષે અહીં સહસ્ત્રચંડી અને શતચંડીના અનુષ્ઠાન થાય છે. પ્રાચીન સમયમાં અહીં માતાજી સમક્ષ પશુબલિ અપાતો હશે. પણ હાલમાં અહીં આવું કઈ થતું જોવા મળતું નથી. ચૈત્ર માસમાં અહીં મેળો ભરાય છે. આજુબાજુથી અનેક યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. હાલમાં રાજ્ય સરકારે આ સ્થાનને વિકસાવવામાં નોંધપાત્ર ભાગ ભજવે છે.
સમગ્ર ગુજરાતમાં કાલિકાની પૂજા પ્રસરેલી છે. ગુજરાતમાં કાલિકાને ભદ્રકાલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં વામ માર્ગો પૂજાને પ્રચાર નથી પણ શિવકાલિકાની પૂજા પ્રચલિત છે તે સ્પષ્ટ થાય છે. શંખલપુરનું બહુચરાજી મંદિર :
બહુચરાજી એ ચુંવાળની પીઠની દેવી છે. તે સ્થાનની મૂળ દેવીનું નામ બાલા ત્રિપુરા છે. તે શ્રીકુલની વિદ્યા છે. આ સ્થાનમાં ચારણબાઈને દેહ આવેશથી છૂટવાથી તે સ્થાન સાથે ચારણ જાતિની સ્ત્રી-યોગિનીનું રૂપ આપવામાં આવેલ છે. આ દેવીનું બાલાયંત્રનું રૂપ અને તે ઉપર ચળકતી આંગી મૂકવાની પ્રથામાં હિંદુ-મુસ્લિમ પ્રથાનું મિશ્રણ થયેલું જોવા મળે છે. અનુશ્રુતિ પ્રમાણે આ સ્થાનને હીજડાઓની સાથે સાંકળવામાં આવે છે. પોતે માતાજીના ભક્ત હેવાને દાવો કહી અજ્ઞાન પ્રજાને હીજડાઓ છેતરે છે. પરંતુ આ સ્થાન શુદ્ધ
સ્વરૂપે બાલા ત્રિપુરાનું છે. બાલા ત્રિપુરા દેવીના મંત્ર, યંત્ર અને તંત્રનું વર્ણન તંત્રશાસ્ત્રમાં છે.
અનુકૃતિ પ્રમાણે જાણવા મળે છે કે ચારણ જાતિની કેટલીક સ્ત્રીઓ સલખનપુર (શંખલપુર)થી પાસેના ગામે જતી હતી. ત્યાં તેમના ઉપર કેટલાક કાળીઓએ હુમલો કર્યો. આમાંની એકનું નામ બહુચરા હતું. તેણે તલવાર વડે પિતાનાં સ્તન કાપી નાખ્યાં. તેની સાથે તેની બૂટ, બુલાલ નામની બહેને પણ આવેશથી ત્રાગાં કરી મરી ગઈ. સમય જતાં આ સ્થાને દેવીપૂજાનાં સ્થાને બન્યાં. ચુંવાળમાં બહુચરાજી પૂજાયાં. અરણેજમાં બુટ પૂજાયાં અને સિહોરથી પંદર માઈલ બાહલુક આગળ બુલાલ પૂજાયાં. આ અનુશ્રુતીને કેાઈ પ્રમાણ મળતું નથી. ડો. ભોગીલાલ સાંડેસરા જણાવે છે કે “ભિનમાલમાં પ્રાચીનકાળમાં ભૂતમાતાની પૂજા થતી હતી. સંભવ છે કે આ ભૂતમાતા એ જ બૂટમાતા હશે. પ્રભાસપાટણમાં ભૂતમાતાનું મંદિર હોવાને ઉલ્લેખ પ્રભાસખંડમાં છે. વઢ