________________
ગુજરાતના ધર્મસંપ્રદાય વાણ, ધોળકા, લખતર વગેરેમાં પણ બૂટમાતાનાં મંદિર છે. મહેસાણુ પાસે બૂટપાલડી ગામનું નામ પણ આ ભૂતમાતા કે બૂટમાતા ઉપરથી પડયું હોય તેમ લાગે છે.
બહુચરાજીનું મુખ્ય મંદિર ભાદા પથ્થરનું બાંધેલું છે. લગભગ ૧૦૦ ફૂટ (૩૦.૫ મીટર) લાંબુ, ૫૦ ફૂટ (૧૫ મીટર) પહોળું અને ૫૬ ફૂટ (૧૬.૧ મીટર) ઊંચું છે. એનું વિશાળ શિખર ઘણે દૂર સુધી દેખાય છે. મંદિર પૂર્વાભિમુખ છે. અહીં બે સભામંડપ છે. સ્તંભો પર સુંદર સ્ત્રી પ્રતિમાઓ કંડારેલી છે. મંદિરનાં ત્રણ દ્વારે ચાંદીનાં છે. ગર્ભગૃહમાં માતાજીનું સ્થાનક છે. એમાં પાંચેક ફૂટ (૧.૫ મીટર) ઊંચા સિંહાસન ઉપર માતાજીને ચાંદીને મઢેલે ગેખ છે. એની અંદર સફટીકનું બાલાયંત્ર છે. તેની ઉપર બીજમંત્ર સહિત સુવર્ણયંત્ર છે. તેનું વ્યવસ્થિત રીતે રોજ પૂજન થાય છે. ગોખની આગળ માતાજીની પ્રતિમા છે. બાજુમાં ગર્ભગૃહમાં પ્રક્ષાલનનું પાણું ઝીલતા છોકરાનું એક પૂતળું છે. આ મંદિરની પાછળ માતાજીનું મૂળ સ્થળ આવેલું છે.
આ દેવીનું વાહન કૂકડે છે. સોલંકી રાજવીઓના ધ્વજનું ચિહ્ન કૂકડે હતું. આજે પણ ગુજરાતમાં આ દેવીની પૂજા વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે.
ગુજરાતમાં તાંત્રિકશાસ્તને કોઈ સ્વતંત્ર સંપ્રદાય હોય તેમ લાગતું નથી. તેમ છતાં લોકધર્મની દેવીઓ શીતળા, મેલડી વગેરેનું સમાજમાં ઘણું મહત્તવ છે. મેલડી માતાના નામે ઘણું ભૂવાઓ મંતર મંતર કરતા હોય છે. શીતળા માતાની પૂજા થાય છે. ઘણા બધા માનતા માને છે. ઘણું લેકે શીતળા માતાના નામે વાતાવરણ તૈયાર કરી ધારી અસર ઉપજાવતા હોય છે.
શ્રી અરવિંદના અનુયાયીઓમાં માતાજીને મહિમા વિશેષ છે. ગુજરાતમાં પણ અરવિંદના અનુયાયીઓ માતાજીની અગોચર પક્ષ શકિત અને સહાયમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. શાક્ત સંપ્રદાયના કવિઓ:
શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયની માફક શાકત સંપ્રદાયની પણ ગુજરાતી સમાજ ઉપર ખૂબ અસર વર્તાય છે. શાકત સંપ્રદાયના સિદ્ધાંતને લગતું સાહિત્ય ગુજરાતી ભાષામાં બહુ જ ઓછું મળે છે. જે સાહિત્ય મળે છે તે કેવળ ભક્તિ પ્રધાન છે. તેમાં દેવીની સ્તુતિ તેમજ તેનાં વિવિધ સ્વરૂપની ચર્ચા કરેલ જેવા મળે છે. ગુજરાતમાં દેવી ભક્તો તરીકે કેટલાક કવિઓ થઈ ગયા છે તેમાં વલ્લભ ધોળાનું નામ ઘણું જ લોકપ્રિય છે.