________________
૬૯
ૌoણવ સંપ્રદાય રઘુનાથજીના મંદિરમાં આવેલી છે. આ પ્રતિમા હાલમાં કળશી છોકરાની મા' તરીકે પૂજાય છે. અહીંના આદિવાસીઓ પોતાના બાળકની રક્ષા માટે આની માનતા માને છે. આ સ્થળે આવેલ કેઈપણ આદિવાસી સ્ત્રી આનાં દર્શન કર્યા સિવાય ઘેર જતી નથી, પ્રતિમા ત્રિમુખ અને અષ્ટભુજ છે. ચોથું મુખ પાછળની બાજુએ હોઈ શકે. પ્રતિમા ઉપર પીતાંબર અને કંદરે સ્પષ્ટ રીતે કંડારેલ છે. પ્રતિમાના ખભા ઉપર ત્રેવીસ જેટલી પ્રતિમાઓ જેવી કે હયગ્રીવ, ત્રિમુખ શિવ, બ્રહ્મા, રામ, બલરામ, કૃષ્ણ, વરાહ, ઈન્દ્ર, અગ્નિ, સૂર્ય ચંદ્ર વગેરે જોવા મળે છે. પ્રતિમાના પગ પાસે અનંત નાગની પ્રતિમા છે. આવી એક પ્રતિમા કઠલાલ; (જિ. ખેડા)માં પણ આવેલી છે.
ત્રિવિકમ વિષ્ણુ (ગઢા શામળાજી)ઃ
સાબરકાંઠા જિલ્લામાં શામળાજી પાસેના રાધીવાડાથી લગભગ ચાર કિ.મી. ને અંતરે ગઢા-શામળાજી નામનું એક પ્રાચીન સ્થળ આવેલું છે. શામળાજીનું મૂળ સ્થાન અહીં હતું એમ મનાય છે. અહીંના એક પ્રાચીન મંદિરમાં વિષ્ણુની એક સુંદર કાળા પથ્થરની ચતુર્ભુજ પ્રતિમા આવેલી છે. પ્રતિમાની આસપાસના પરિકરમાં દશાવતારની પ્રતિમાઓ કંડારેલ છે. પ્રતિમાના જમણું ઉપલા હાથમાં ગદા, નીચલા જમણે હાથમાં પદ્મ, જયારે ડાબા ઉપલા હાથમાં ચક્ર અને ડાબા નીચલા હાથમાં શંખ ધારણ કરેલ છે. માથે કિરીટ મુકુટ અને કાનમાં કુંડળ છે. ગળામાં એકાવલી હાર છે. આયુધોનો ક્રમ જોતાં આ વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પ્રતિમા છે. આ પ્રતિમા લગભગ સોળમી સદીની હોવાનું અનુમાન છે. (જુઓ ચિ. નં. ૮)
લક્ષ્મીનારાયણ વિષ્ણુ (રાધીવાડા) :
શામળાજી પાસે રાધીવાડા નામે ગામના એક પ્રાચીન મંદિરમાં લક્ષ્મીનારાયણ તરીકે પૂજાતી વિષ્ણુની એક સુંદર પ્રતિમા આવેલી છે. વિષ્ણુ સાથે લક્ષ્મી છે. બંને ઊભા દર્શાવેલ છે. પાછળ દશાવતારનું પરિકર છે. પ્રતિમા ચતુર્ભુજ છે. આયુધોમાં ગદા, શંખ વગેરે સ્પષ્ટ જણાય છે. (જુઓ ચિ.નં. ૯) ઉપેન્દ્ર-વિષ્ણુ (મોડાસા) :
સાબરકાંઠા જિલ્લામાં માજુમ નદીના કિનારે આવેલું મોડાસા એક પ્રાચીન અિતિહાસિક સ્થળ છે. અહીં ઈ.સ. ૧૯૪૦ માં નદીના તટમાંથી સબલપુર પાસેથી એક વિષ્ણુની અને બીજી માનવ ગરુડની પ્રતિમા મળી હતી. વિષ્ણુની પ્રતિમા કાળા લીસા પથ્થરની માનવ કદની છે. ઉપલા જમણું હાથમાં ગદા, નીચલા