________________
શાકત સંપ્રદાય અને અન્ય હિંદુ દેવની આરાધના કેટ્ટમૂહિકા” આપેલ છે. દાન સૌરાષ્ટ્રમાં આવેલ ત્રિસંગમક નામે ગામમાં આવેલ દેવી મંદિરને આપેલું હતું. અહીં આવેલ દેવીની પ્રતિમા દુર્ગાના રૌદ્ર સ્વરૂ૫ની હોવાનું ડ. હ. ગ. શાસ્ત્રી માને છે. ધરસેન ત્રીજાના દાનપત્રમાં “શંકરિકા' નામે દેવી મંદિરને ઉલ્લેખ છે. ધ્રુવસેન બીજાના એક દાનશાસનમાં દેવી-ક્ષેત્રને ઉલેખ છે. કેટ્ટન્મહિકા” દેવીના ઉલ્લેખવાળા તામ્રપત્રમાં દેવપૂજાને ઉલ્લેખ છે તેમાં ગબ્ધ, પુષ્પ, ધૂપ, અને દીપના તેલ માટે ગામના ગંજ(ખજાને)માંથી રોજને એક રૂપિયે આપવાનું જણાવ્યું છે. આ ઉપરાંત ગુહિલોત્પતિની પ્રણાલિ કથામાં વલભીના છેલ્લા રાજા શીલાદિત્યની રાણી વલભી વિનાશના સમયે અંબાજીની યાત્રાએ ગઈ હોવાનું જણાવ્યું છે. આ સર્વ ઉલેખ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે મૈત્રકકાલમાં ગુજરાતમાં શાક્ત સંપ્રદાય વ્યાપક રીતે વિસ્તરેલ હતો.
ચાવડા વંશના રાજવીઓ એ પણ દેવી મંદિર બંધાવ્યાં હતાં. વનરાજે કંટકેશ્વરીનું, લહરે વિંઘવાસિનીનું, યોગરાજે ભટ્ટારિકા યોગેશ્વરીનું તથા આવડે કંટકેશ્વરીનું મંદિર બંધાવ્યું હતું. આ સર્વ ઉપરથી ચાવડાઓના સમયમાં ગુજરાતમાં દેવપૂજા પ્રચલિત હતી તેમ જણાય છે.
ગુજરાતમાં સોલંકીકાળ દરમ્યાન દેવીપૂજાને વ્યાપક રીતે પ્રચાર થયો હોય તેમ તત્કાલીન અભિલેખો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યના અવશેષ ઉપરથી જણાય છે. આ સમયે દેવીપૂજા સરસ્વતી, અંબિકા, મહાકાલી, શીતળા, દુર્ગા, વગેરે નામે પ્રચલિત હતી.
સિદ્ધરાજ જયસિંહના સમયમાં દેવી ભટ્ટારિકાનું મંદિર બંધાયું હતું. દેવમાલાનું લિંબાજી માતાનું મંદિર તથા મિયાણીનું હરસિદ્ધિ માતાનું મંદિર ચૌલુક્યકાલીન હોવાનું મનાય છે. આ સમયે રચાયેલા કવિ સોમેશ્વર રચિત સુરથોત્સવ કાવ્યમાં પાંચ લોક દુર્ગાને લગતા છે. કવિ બાલચંદ્રના વસંતવિલાસમાં શરૂઆતમાં સરસ્વતીનું વર્ણન કરેલ છે. ચ. પ્ર.માં અંબિકાદેવીને ઉલ્લેખ મળે છે. વિ. સં. ૧૩૫રમાં લખાયેલ વિકમંજરી નામના ગ્રંથની હસ્તપ્રતમાં સરસ્વતીનું ચિત્ર જોવા મળે છે. આબુ ઉપરના લૂણિગવસહિ મંદિરમાં સરસ્વતીની પ્રતિમા કંડારેલ છે. પાટણમાં અષ્ટાપદજીના જૈનમંદિરમાં આવેલી એક અંબિકાની પ્રતિમાની પાટલીમાં વિ. સં. ૧૩૧૮ને લેખ જેવા મળે છે. વિ. સં. ૧૩૨૦ (ઈ.સ. ૧૨૬૪)ના કાંટેલામાંથી મળેલા લેખમાં સૌરાષ્ટ્રમાંના અધિકારી સામંતસિંહે ચંડિકાની મૂર્તિ પધરાવ્યાને ઉલેખ છે. વિ. સં. ૧૩૨૮(ઈ.સ. ૧૨૭૨)ના કચ્છના “રવ' ગામમાંથી મળેલા લેખમાં