________________
હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય
૨૭ મંદિર પાસે યાત્રી ગૃહ બંધાવેલ છે. મંદિરની બહાર પૂજા માટેની ફૂલફળાદિની સામગ્રી વ્યવસ્થિત રીતે મળે છે. નજીકમાં પુરાતત્વ ખાતા તરફથી તૈયાર કરેલ મ્યુઝિયમ આવેલું છે, જેમાંના અવશેષો મંદિરની પ્રાચીન ભવ્યતાને તાદશ્ય કરે છે.
પ્રભાસક્ષેત્રમાં સોમનાથ ઉપરાંત, બીજા કેટલાંક પ્રાચીન મંદિરે જેવાં કે શશિભૂષણ, રૂદ્રેશ્વર, બ્રહ્મસ્વર, યમેશ્વર, ગધેશ્વર, ભીમેશ્વર, શનૈશ્વરેશ્વર, કામેશ્વર, ગૌરીશ્વર, તરુણેશ્વર, ભુવનેશ્વર, અરેશ્વર, શંખેશ્વર, ભૂતનાથેશ્વર, જમદેશ્વર, ઐવિનેશ્વર વગેરે તીર્થો આવેલાં છે. આમાંનાં ઘણું મંદિર ખંડેર થઈ ગયાં છે.
સરસ્વતી નદીના કિનારે સંગમ આગળ અનેક લેકે સ્નાન કરવા જાય છે. અહીં કેટલાંક શિવાલયો આવેલાં છે. વસ્ત્રાપથક્ષેત્ર :
વસ્ત્રાપથ ક્ષેત્રમાં જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવનું શિવાલય આવેલું છે. એ આ ક્ષેત્રનું નોંધપાત્ર શિવાલય ગણાય છે. મહાશિવરાત્રીએ અહીં મોટે મેળો ભરાય છે. દ્વારકાક્ષેત્ર :
- દ્વારકાક્ષેત્રમાં ગમતીસંગમ સ્થાન પવિત્ર મનાય છે. અહીયાં કેટલાંક શિવાલયો આવેલાં છે. સરસ્વતીક્ષેત્ર :
સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર એ નોંધપાત્ર શૈવતીર્થ મનાય છે. આ તીર્થનું પ્રાચીન નામ શ્રીસ્થલ હોય તેમ જણાય છે. સિદ્ધપુરને રુદ્રમહાલય તેની કલાકૃતિ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.
રુદ્રમહાલય :
આ શૈવ મંદિરને કેટલોક ભાગ મૂલરાજ ૧લા સમયમાં બંધાયેલો તે ખંડેર થતાં સિદ્ધરાજ જયસિંહે તેની જગ્યાએ એક વિશાળ શિવાલય બંધાવ્યું. હાલમાં તેના કેટલાક અવશેષે પ્રાપ્ત થાય છે. મંદિર સરસ્વતીના કિનારે આવેલું છે. તેની આસપાસ ૧૧ રુદ્રોની દેવકુલિકાઓ હતી. મંદિર પૂર્વાભિમુખ હતું. મંદિર બેત્રણ માળનું લગભગ ૧૬૦ મીટર જેટલું વિશાળ હેવાને સંભવ છે. તેનું ગર્ભગૃહ વિશાળ હોય તેમ જણાય છે. અહીંના ગર્ભગૃહ અને ગૂઢમંડપ લગભગ સરખા છે. મંદિરની બહારની દીવાલમાં ગજથર, અશ્વથર