________________
પ૦
ગુજરાતના ધમ સંપ્રદાય દાસ જન્મથી જ મૂંગા હતા. ગોપાલદાસ ભાઈલા કઠારીને ત્યાં જ રહેતા હતા. એક વખત ગૂંસાઈજી મહારાજ ભાઈલા કેકારીને ત્યાં આવ્યા. તેમણે જાણ્યું કે ગોપાલદાસ મૂંગા છે. આથી ભાઈલા કોઠારીની વિનંતીને માન આપી તેમણે ગોપાલદાસના માથે હાથ મૂકો અને તેમના મુખમાં પાન મૂક્યું. તાંબુલના પ્રભાવથી ગોપાલદાસનું મંગાપણું દૂર થયું. તેમની વાણી પ્રગટ થઈ. પુષ્ટિ સંપ્રદાયનું જ્ઞાન થતાં તેમણે “શ્રીવિઠ્ઠલવર સુંદર” એ પ્રમાણે શરૂઆત કરીને નવ આખ્યાને રચીને વલ્લભાચાર્યની સ્તુતિ કરી. આ નવ આખ્યાને શ્રી વલ્લભાખ્યાન” તરીકે ઓળખાય છે. આખ્યાને ગુજરાતી ભાષામાં રચાયાં છે. પ્રથમ આખ્યાન કેદાર રાગમાં, બીજુ આખ્યાન રામકલી, ત્રીજુ આખ્યાન ધનાશ્રી, ચોથું ભૂપકલ્યાણ, પાંચમું સેમેરી, છડુ પરજ, સાતમું સેમેરી, આઠમું ધનાશ્રી અને નવમું બિલાસ રાગમાં ગવાય છે. દરેક આખ્યાન ભક્તિરસથી ભરપૂર છે. (૩) “શિક્ષાપત્ર :
શ્રી હરિરાયજીકૃત “શિક્ષાપત્ર” નામનો ગ્રંથ પુષ્ટિ સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સમગ્ર ગ્રંથમાં શ્રી ભાગવત તથા ગીતાનું રહસ્ય વિસ્તૃત રૂપે સમજાવેલું છે. આ ગ્રંથમાં શ્રી હરિરાયજીએ પિતાના ભાઈના આત્મકલ્યાણ અર્થે લખેલા પત્ર છે. પ્રથમ પત્રમાં કૃષ્ણદર્શનની તાલાવેલીનું વર્ણન કરી પ્રભુસેવાના પ્રકાર, ત્યાગ, વિશ્વાસ, સર્વ ધર્મ એક છે, ભજનાનંદ સ્વાદ, લૌકિક આસક્તિ ન રાખવી, સન્યાશ્રય અને કુસંગને ત્યાગ, કલિકાલને પ્રભાવ, બ્રહ્મસંબંધ, પ્રભુનાં વિવિધ સ્વરૂપો વગેરે વિવિધ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. સમગ્ર ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે તેની ટીકા ગુજરાતીમાં છે. (૬) સ્વામીનારાયણ અથવા ઉદ્ધવ સંપ્રદાય:
અઢારમી સદીમાં વણિકેમાં મુખ્યત્વે જૈન અને પુષ્ટિ સંપ્રદાય સવિશેષ પ્રચારમાં હતા. બ્રાહ્મણોમાં શૈવ ધર્મનું પ્રભુત્વ હતું. અન્ય કામોમાં કણબી, પ્રણામી, કેલ, શક્તિ જેવા નાના નાના સંપ્રદાય પોતાનું સ્થાન જમાવી બેઠા હતા. ચારે બાજુ સમાજમાં ધર્મને નામે પાખંડો ચાલી રહ્યાં હતાં. ધર્મગુરુઓ પ્રજાની શ્રદ્ધાને મનમાન્ય ઉપયોગ કરતા હતા. અખા જેવા વેદાન્તી કવિએ આ માટે પોતાની કવિતાઓ દ્વારા સમાજમાં અજ્ઞાનતાના પડળો દૂર કરવા પ્રયત્ન કર્યો હતો. આમ છતાં ધર્મગુરુઓના વિલાસો ઓછા થયા ન હતા. તેઓ ધર્મને નામે અઢળક દ્રવ્યનું ઉપાર્જન કરતા હતા.