________________
૨૯
હિંદુ ધર્મ અને શિવ સંપ્રદાય
ધર્મારણ્યક્ષેત્રમાં મેઢેરાના સૂર્યમંદિરની પાસે ધર્મેશ્વર, ગળેશ્વર નામે શિવાલયો આવેલાં છે.
સાબરમતી નદીના કિનારે વાડજ ગામ પાસે એક પ્રાચીન શિવાલય આવેલું છે. આ મંદિરને સ્થાનિક લેકે દુધેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે. ગલતેશ્વરઃ
સ્કંદપુરાણમાં મહીસાગર સંગમક્ષેત્રના કેટલાક તીર્થોનું વર્ણન કરેલ છે. મહી નદીના કિનારે હાલના ખેડા જિલ્લામાં આવેલા ઠાસરા ગામની પાસે ગલતેશ્વર નામનું એક પ્રાચીન શિવાલય આવેલ છે. આ શિવાલય સેલંકીકાલના આરંભનું છે. એ ધારના પરમાર રાજા સિયક ૨ જાએ બંધાવેલું મનાય છે. શિવાલય વિશાળ છે. તેને કેટલોક ભાગ ખંડિત થયેલ છે. તેને ગર્ભગૃહ અને વિશાળ મંડપ છે. આગળના મંડપમાં આઠ સ્તંભે જોવા મળે છે. સ્તંભે સુંદર કલાકૃતિઓથી શણગારેલા છે. દીવાલો ઉપર નરથર, ગજથર, અશ્વથર વગેરે કંડારેલ છે. શિવાલયમાં જુદે જુદે ઠેકાણે ગણેશ, કાર્તિકેય, ભૈરવ વગેરે. વિવિધ દેવોની પ્રતિમાઓ આવેલી છે. હાલમાં મંદિરમાં વ્યવસ્થિત રીતે પૂજા થાય છે. મંદિરની પાસે યાત્રીઓને ઊતરવા માટેની વ્યવસ્થા છે. નર્મદા કિનારાનાં તીર્થો :
| ગુજરાતમાં નર્મદા કિનારે અનેક નાનાં મોટાં શૈવ તીર્થો આવેલાં છે. શૈવ સંપ્રદાયમાં નર્મદાની પરકમ્માનું વિશેષ મહત્ત્વ છે. અહીં શૂલપાણેશ્વર, કમલેશ્વર, ગરુડેશ્વર, રાજરાજેશ્વર, કેદારતીર્થ, મણિનાગેશ્વર, ચાણોદમાં આવેલ કપિલેવર તથા રણમુકતેશ્વર, કરનાલીમાં સેમેશ્વર, કઠોરમાં હનુમતેશ્વર, ચાણોદ પાસેનું વ્યાસ તીર્થમાંનું વ્યાસેશ્વર વગેરે નોંધપાત્ર શિવાલય અને તીર્થસ્થાને આવેલાં છે. પાવાગઢ :
પાવાગઢ એ ગુજરાતનું નોંધપાત્ર યાત્રાધામ ગણાય છે. અહીં કાલિકા માતાનું પ્રખ્યાત મંદિર છે. આ સાથે અહીં માતાજીના મંદિર પાસે લકુલીશનું પ્રાચીન શિવાલય આવેલું છે. મંદિર ખંડેર છે. મંદિરને ગર્ભગૃહ અનેક શિખરવાળું હોવાનું જણાય છે. મંદિરને ઉત્તમ કલાકૃતિઓથી શણગારેલું છે. પ્રવેશદ્વારના ઓતરંગમાં લકુલીશની સુંદર મૂર્તિ કંડારેલ છે. શિવાલયમાં નટરાજ ચાર હાથવાળા, લકુલીશ, વિષ્ણુ, બ્રહ્મા, દુર્ગા વગેરેની પ્રતિમાઓ જોવા મળે છે. મંદિરની આગળ નંદી જોવા મળે છે.