________________
૧૬
ગુજરાતના ધર્મ સંપ્રદાય વડોદરા જિલ્લાના કાયાવરોહણ(હાલનું કારવણ)માં લકુલીશ રૂપે થ મનાય છે. આ લકુલીશ ઈ.સ.ના બીજા સૈકામાં થયા. આ પહેલાં થોડાંક વર્ષો પૂર્વે તેમ શર્માએ પ્રભાસમાં શૈવ ધર્મની સોમ સિદ્ધાંત શાખા શરૂ કરી હતી. આ ઉપરાંત લકુલીશના પટ્ટશિષ્યો દ્વારા તેમના મતની કેટલીક શાખાઓ શરૂ થઈ હતી. જેમાંની કેટલીક શાખાએ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી હોવાના પુરાવા મળે છે.
ગુજરાતમાં ગુપ્ત રાજવીઓનું શાસન લગભગ સિત્તર વર્ષ ચાલ્યું. ગુપ્તા રાજાઓ પિતાને “પરમભાગવત’ કહેવડાવતા તેથી શૈવ ધર્મના સીધા કોઈ ઉલ્લેખ મળતા નથી, પણ કુમારગુપ્તના પશ્ચિમ ભારત માટે પડાવેલા સિક્કામાં ત્રિશલનું અને સ્કંદગુપ્તના પશ્ચિમ ભારત માટે પડાવેલા સિક્કામાં મંદીનું પ્રતીક જેવા મળે છે. આ બંને પ્રતીક શૈવ ધર્મનાં છે. શામળાજીમાંથી એક ત્રિભંગયુક્ત પ્રતિમા મળી આવેલ છે. પ્રતિમાના જમણા હાથમાં ત્રિશલ છે. નીચલે હાથ નૃત્ય મુદ્રામાં છે. આ પ્રતિમા ગુપ્તકાલીન હોવાનું મનાય છે. આ સર્વ ઉપરથી જણાય છે કે ગુપ્તકાલ દરમિયાન ગુજરાતમાં શૈવ ધર્મ પ્રચલિત હશે.
મૈત્રકકાલના ધર્મસંપ્રદાયમાં સહુથી વધુ લોકપ્રિય ધર્મ માહેશ્વર (શ્રવ) સંપ્રદાય હતો. મૈત્રકવંશના રાજવીઓ પિતાને પરમ માહેશ્વર પરમભટ્ટારક તરીકે ઓળખાવતા. તેમને કુલ ધર્મ માહેશ્વર” હતા. ઘણા રાજવીઓનાં દાનપત્રોમાં શૈવ મંદિરને દાન અપાયાના ઉલ્લેખ મળે છે. ઉપલબ્ધ અવશેષ ઉપરથી પ્રભાસનું સોમનાથનું મંદિર સહુ પ્રથમ મૈત્રકકાલમાં બંધાયું હોય તેમ જણાય છે. વલભીપુરમાં અનેક શૈવમંદિર હોવાના ઉલ્લેખ મળે છે. હાલના વલભીપુરમાંથી (ભાવનગર પાસે) ઘણું મૈત્રકકાલીન શૈવમંદિરના અવશેષો મળ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાણસર, ભીમેશ્વર, મિયાણી, નંદીશ્વર તથા એરેદરાનાં શિવાલય તથા પોરબંદરનું ધીમેંશ્વર મહાદેવ તેમજ રાણાવાવનું શિવાલય મૈત્રકકાલીન હોવાનું મનાય છે.
અનુ-મૈત્રકકાલમાં દ. ગુજરાતમાં રાષ્ટ્રકૂટો અને પાટણ (ઉ.ગુ.)માં ચાવડાએનું રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું. રાષ્ટ્રકૂટ રાજવીઓને મૂળધર્મ માહેશ્વર હતા. ચાવડાવંશના સ્થાપક વનરાજના વંશજ યોગરાજે (ઈ. સ. ૮૦૫-૮૧૪) ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવ્યું. અક્કડદેવે કાર્કરા શહેરમાં અક્કડેશ્વરી અને કંઠેશ્વરીનાં મંદિર બંધાવ્યાં. કચ્છના ભૂયડ અથવા ભુવડે (ઈ. સ. ૯૧૫ -૯૩૨)માં ભૂયડેશ્વરનું મંદિર બંધાવ્યું. હાલમાં આ ગામમાં નાશ પામેલા ભૂયડેશ્વરના મંદિરના અવશેષો મોજુદ છે. વઢવાણમાંથી મળેલ શક સંવત ૮૩૬ના ધરણી વરાહના દાનપત્રમાં શૈવધર્મના શિવદેવાચાર્યના પુત્રને દાન