________________
પશુઓના ક્રિયાકોશમાં ક્યાંય નથી. કાચો માલ અને પાકો માલ જેવી વ્યવસ્થા માનવ પાસે જ છે. પશુઓ કુદરતી જીવન જીવે છે, માણસ કુદરતના નિયમો જાણીને કુંદરત પાસેથી પણ કામ કરાવી લે છે. માણસની આ સંસ્કરણશક્તિ જ તેને સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં કંઇક અલગ સ્થાન આપે છે.
જો કે અત્યારે માણસની સંસ્કરણ શક્તિનો વપરાશ મોટા પાયે અને મોટા ભાગે જડ ક્ષેત્રે અને ભૌતિક સ્તરે થઇ રહ્યો છે. અણુમાં છુપાયેલી શક્તિને બહાર લાવવા તે અબજો ડોલર્સ અને લાખો કલાકો ખર્ચી રહ્યો છે. માનવની આ શક્તિ જો જીવક્ષેત્રે વળે તો ચૈતન્યમાં પુરાયેલી અનંત શક્તિનો આવિર્ભાવ પણ તે કરી શકે છે. મનુષ્ય પોતાની સંસ્કરણ શક્તિને સાધનાના વિશેષ ક્ષેત્રે પ્રયોજે તો પોતાની અંદર પડેલું સુષુપ્ત સિદ્ધત્વ ઝંકૃત અને જાગ્રત થાય. કર્તવ્યના ક્ષેત્રે જો પોતાની આ સંસ્કરણ શક્તિને પ્રયોજે તો પોતાના આશ્રિતવર્ગની અંદર રહેલી શુભતા અને શુદ્ધતાને કંઇક આકાર મળી શકે. મહાસતી મદાલસાનું સંસ્કાર સમૃદ્ધ હાલરડું પ્રચલિત છે ઃ
શુદ્ઘોળસ, વુદ્ઘોસ, નિતંબનોસ,
संसारमायापरिवर्जितोऽसि ।
જેની આસપાસની હવામાં આવા ભાવો ગુંજતા હોય તેની આવતીકાલ સમૃદ્ધ છે.
અનંતની યાત્રાનો કોઇ યાત્રિક જ્યારે ઉચ્ચકુળની હોટ સીટ પર સ્થાન મેળવવામાં સફળ થયો હોય, ત્યારે તે જીવ પોતાને મળેલી સ્વર્ણિમ તકનો પૂરો ફાયદો ઊઠાવી શકે. તે માટેના ઉચિત સંયોગો પૂરા પાડવાથી માંડીને તે યાત્રિકને હૂંફ, હિંમત, સ્નેહ અને સંસ્કારોનો પૂરતો પ્રવાહ મળી શકે તે અંગેનું ઉત્તરદાયિત્વ વાલીઓએ નિભાવવાનું છે.
આ કર્તવ્યને નિષ્ઠા પૂર્વક બજાવનાર એક આદર્શ સંતાન, નીતિમાન્ નાગરિક, સ્નેહલ સ્વજન અને ગુણીયલ સજ્જનનું સર્જન કરે છે. આવતીકાલના સમ્રાટ્ના પારણાની રેશમદોરી તમારા હાથમાં છે. જે કર ઝુલાવે પારણું, તે જગત પર શાસન કરે !
ઘરશાળા