Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 19
________________ ઊગતી પેઢીને ઊગતા સૂરજ સાથે સરખાવી શકાય : પૃથ્વી પર પડતો વરસાદ પણ સૂરજના તડકાને આભારી છે. પૃથ્વી પર ઊગતું અનાજ પણ સૂરજના તડકામાંથી કંઇક મેળવે છે. સૂરજ વનસ્પતિમાં વિટામિન્સ જન્માવે છે, માણસને વિટામિન્સ આપે છે. અઢળક પ્રકાશ અને પુષ્કળ ઊર્જાનો અલ્ટીમેટ સોર્સ પણ સૂરજ ! સમગ્ર જીવસૃષ્ટિની આજ અને આવતીકાલનો આધાર છે સૂરજ. સૂરજનો કોઇ પર્યાય હોઇ ન શકે ! સૂરજ માટે અંગ્રેજીમાં શબ્દ છે, Sun. સમાન ઉચ્ચાર અને ભિન્ન વર્ષાવલી વાળો આવો બીજો શબ્દ છે, son. Sun એટલે સૂરજ, Son એટલે દીકરો. સૂરજને અંધકાર, અનાચારને આળસનો વૈરી કહ્યો છે. સૂર્યનો ઉદય પ્રકાશ ફેલાવે છે, આળસ ખંખેરીને લોકોના શરીરમાં સક્રિયતાનો માહોલ સર્જે છે અને ચોર, કામી તથા હનવર્ગને નિષ્ક્રિય બનાવે છે. સન એટલે ભાઇ સન ! સૂરજ હોય કે સંતાન ! જેના અસ્તિત્વમાં અંધકાર, આળસ ને અનાચાર ન હોય તેનું નામ “સન” ! ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98