________________
બાળક તો “બાળક” જ હોય !
એક ડોકટરના ક્લિનિકમાં ગુલાબના ગોટા જેવા હસતા ખિતલા બાળકનું રંગીન ચિત્ર હતું. નીચે મજાનો સંદેશો લખેલો હતો. “મોટાઓની વાત સમજી શકાય તેવી બુદ્ધિ અમારી (બાળકો) પાસે નથી. આમારી વાતો સમજી શકે તેવું હૃદય તમારી પાસે નથી.” પેલું ચિત્રસ્થ બાળક જો સહી ઝુંબેશ આદરે તો કદાચ દુનિયાના કરોડો બાળકોની સહી તેને મળી રહે.
ક્યારેક કોઇ મોટી ઉંમરનો યુવાન કોઇ બાબતે જીદ કરે તો તેને કહેવામાં આવે છે કે “હવે તું નાનો નથી કે જીદ્દ કરે છે.” અને જો કોઇ નાનું બાળક જીદ્દ કરે તો બે તમાચા મારીને તેને કહેવામાં આવે છે કે “સમજતો નથી ? બોલ, જીદ્દ કરીશ ?'
ઉતાવળે દોડતો કોલેજિયન લપસી જાય તો તેને કહેવામાં આવે છે કે “શું નાના ટાબરિયાની જેમ દોડાદોડ કરે છે ? અને નાનું બાળક દોડાદોડી કરતા પડી જાય તો તેને ઉપરથી બે ખાવી પડે અને પછી સાંભળવું પડેઃ
ઘરશાળા
૬૫