________________
(૧) Be Available: બાળકની નજરની પહોંચમાં રહો. આજે ઘણા બાળકોના માતા-પિતા હયાત છે, હાજર નથી હોતા. માતા-પિતા એ બાળકની હાથવગી હેલ્પલાઇન છે અને આ હેલ્પલાઇન સાથે બાળક ઓનલાઇન રહી શકે તેવી સ્થિતિનું સર્જન થવું જોઇએ. અતિવ્યસ્ત મા-બાપ સંતાનના જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખે છે.
મુંબઇના એક પરા વિસ્તારમાં થયેલો અનુભવ અહીં ટાંકુ છું. એક પરિચિત કિશોર રોજ મળતો. એક દિવસ સહજ રીતે તેને પૂછ્યું: “તારા પપ્પા કેમ દેખાતા નથી ?' તરત જ તેણે હસીને જવાબ આપેલો : “લે, પપ્પા તો મને પણ ક્યાં દેખાય છે !' અને હસતો હસતો તે ચાલ્યો ગયો. આના જવાબમાં ઘણાનો અનુભવ સમાયેલો છે. આજકાલ આ રીતે ઘણા બાળકોના પપ્પા ગુમ થયેલ છે !' • કૌટુંબિકતા વગરના જીવનથી પશ્ચિમીઓ હવે ત્રાસી ગયા છે. તે લોકો હવે સફાળા જાગ્યા છે. કુટુંબ ભાવનાને ઉત્તેજન આપવાના હેતુથી પશ્ચિમના સામાજિક વૈજ્ઞાનિકો ફેમિલી ડિનરના લાભથી માહિતગાર કરે છે. સપ્તાહમાં ત્રણથી પાંચ વાર બધાએ સાથે મળીને ભોજન કર્યું હોય તેવા પરિવારોની સંખ્યા અમેરિકામાં વધતી જાય છે.
સંખ્યાબંધ અભ્યાસમાં એવું જણાવાયું છે કે “પરિવારની સાથે ભોજન કરતા કિશોરોના જીવનમાં અન્ય બાળકોની સરખામણીમાં ડ્રગ્સ વગેરેની લત લાગવાની શક્યતા ઓછી થાય છે, તેમની બૌદ્ધિક ક્ષમતા પણ સારી રહે છે, તાણ ઘટે છે અને તે બાળકો સારી રીતે જમી શકે છે. અમેરિકાના ઘણા ખરા રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનાના ચોથા દિવસે પરિવાર ભોજનને પ્રોત્સાહન અપાય છે. પશ્ચિમમાં તેના ડે ઉજવાય છે. પણ આ હવા હવે અહીં પણ પ્રસરવા લાગી છે. ઘરમાં બધા ભેગા મળીને જમે ત્યારે જાણે કોઈ પ્રસંગ હોય તેવું લાગે એ ભારત માટે નવાઇ કહેવાય !'
દરશાળા