Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 88
________________ કિસ્સામાં બાળકને જમાડતી વખતે માતાને જ ટીવી જોવાની ટેવ હોય છે !) ‘ટીવી સામે જોતાં જોતાં બાળક જલ્દીથી કોળિયો ગળે ઉતારી લેશે એટલે છૂટા થવાય' આ માનસિકતા ત્યાં કામ કરતી હોય છે. આવા વખતે સંતાનના શરીર સાથે તેના મનને પણ કંઇક ખોરાક મળી રહ્યો છે તે વાતનો કદાચ તેની માતાને પણ ખ્યાલ નથી. જમતી વખતે બાળક ગ્રહણપરિણામી (Receptive) બન્યું હોય છે. આહારની સાથે અધ્યવસાયના ક્ષેત્રે પણ આ ગ્રહણશીલતા કાર્યરત રહે છે. લેવાતા કોળિયાની સાથે દેખાતા દૃશ્યની અસરને પણ તે અંદર લઇ લે છે અને પછી તે અસરરૂપે જાણે લોહીમાં વણાઇ જાય છે. આ અદશ્ય કોળિયો (invisible intake) દેખાતો નથી પણ તેની અસર ચોક્કસ વર્તાશે. સ્વભાવે આ સંતાનમાં ક્રૂરતા, વિકારિતા કે ઉન્માદ જાગી શકે છે. તે દરેક વ્યક્તિના જીવન વ્યવહારમાં તેની માનસિકતા મહત્ત્વનો ભાગ ભજવે છે. સંતાનને સાત્ત્વિક જીવન વ્યવહારના સ્વામી બનાવવું હોય તો તેને તંદુરસ્ત માનસિકતાની ભેટ આપવી જોઇએ. કોઇની પ્રગતિ જોઇને તેને ઇર્ષ્યા ન થાય, સંકુચિતતા કે સ્વાર્થ ભાવનાની ઉધઇ તેના હૃદયકાષ્ઠને ફોલી ન ખાય, નિંદા ટીકા ને હલકી વાતો એ તેના જીવનના રસનો વિષય બની ન જાય એવો રોયલ એન્ડ રીયલ, સ્વભાવે રાજ્જા દિલનો એક માનવી પકવવાનો છે તે દરેક વાલીએ યાદ રાખવાનું છે. મા-બાપ મૃત્યુ પછી પણ સંતાનના સ્વભાવમાં જીવતા હોય છે. “વડ એવા ટેટા ને બાપ એવા બેટા’ની કહેવતમાં દમ છે. ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98