________________
મનની વ્યગ્રતા, જીવનની શાંતિ-સમાધિને તો હણે જ છે સાથે મનને ધર્મકરણીમાં સ્થિર થવામાં અડચણ રૂપ બને છે. ધર્મપ્રાપ્તિ માટેના એકવીસગુણો શ્રીધર્મરત્નપ્રકરણમાં દર્શાવ્યા છે તેમાં “સુપક્ષયુક્ત' (અનુકૂળ પરિવારયુક્ત) ને પણ લક્ષમાં લીધો છે. જે પરિવારમાં સંસ્કારની સૌરભ મહેંકતી હોય, સ્નેહ, સંપ, સહિષ્ણુતા અને સહાયક ભાવનાની રંગોળીઓ પૂરાતી હોય તેવો પરિવાર એટલે સુપક્ષ !
ગૃહસ્થ જીવનમાં સમાધિનો એક મહત્ત્વનો સ્ત્રોત છે સંતાન ! સંતાન માટે સંસ્કારનો એક મહત્ત્વનો સ્ત્રોત છે. મા-બાપ ! બન્ને સ્રોત જ્યારે પોતાની અસરકારિતા ગુમાવે છે ત્યારે ઘર એ ઘર મટીને નિરાશ્રિતોની છાવણી બને છે. આ એક સામાજિક અપરાધ પણ છે. મનુષ્યજીવન અને ઉચ્ચ કુળને પામ્યા પછી આવું બને ત્યારે આને એક આધ્યાત્મિક દુર્ઘટના પણ ગણી શકાય.
નવી પેઢીનું સંસ્કરણ એ વર્તમાનનો પેચીદો પ્રશ્ન બની ગયો છે. આ બાબતે હવે જાગતિક જાગ્રતિ પ્રવર્તે છે. પોતાના વારસને કોઇ વાઇરસ ન લાગે તે જોવાની પવિત્ર ફરજ તેના મા-બાપની છે. આ કર્તવ્યનું પાલન કરવાનો ધર્મ જ્યાં સિદ્ધ થાય ત્યાં બે મહાન લાભો પણ થાય છે.
(૧) મા બાપની સમાધિનો એક મહત્ત્વનો આધાર છે, સંતાન. તેનું સંસ્કરણ એટલે મા-બાપની સમાધિની સિક્યોરીટી.
(૨) જીવનની આધ્યાત્મિક ઉન્નતિ માટેનું ગ્રાઉન્ડ છે મનુષ્યભવ ! તેને પામીને આવેલા એક જીવને યોગ્ય સંસ્કરણ મળે એટલે તેનું પણ કામ થઇ જાય છે.
સંસ્કરણ એક એવો મહાયજ્ઞ છે, જેમાં યજમાન અને મહેમાન બન્નેને આ રીતે ફળ મળે છે.
મનુષ્યભવની હોટ સીટ પર સ્થાન મેળવવામાં સફળ થયેલો આત્મા અવશ્ય નસીબદાર જ હોય ! જીવન ઉત્થાન માટે તેનો હવે પછીનો બધો જ અમદાર તેના મા-બાપ પર રહેવાનો. તેમના હાથમાં એક વિકાસશીલ તત્ત્વ
૮૮
શાળા